ચૂંટણીને લઈ પોલીસ અલર્ટ:બારડોલીના કુખ્યાત બુટલેગર પીન્ટુના 5 વોન્ટેડ સાથીઓને ઝડપી પાડ્યા, સ્ટેટ મોનીટરીંગ સેલની પૂછપરછમાં નામ ખુલ્યા

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલીનો લિસ્ટેડ બુટલેગરને સ્ટેટ મોનિટરિંગ સેલે થોડા દિવસ અગાઉ દબોચી લીધો હતો. ત્યારબાદ પોલીસે તેની પૂછતાછ દરમિયાન તેની સાથે પાંચ સાગરિતોને ઝડપી પાડ્યા હતાં. થોડા દિવસો પહેલા બારડોલીનો લિસ્ટેડ બુટલેગર 10 જેટલા પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીઓ કે જેને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલે પૂછપરછ દરમિયાન આરોપી પિન્ટુ પટેલે જણાવેલી હકીકત સાથે તેને સાથે રાખી મોનિટરિંગ સેલે બારડોલીમાં તપાસ કરતા તેના સાગરિત સોહેલ ઇબ્રાહીમ રાવત (રહે માતા ફળિયા રામજી મંદિર રોડ બારડોલી), આશિષ અમ્બુ વસાવા (રહે. શ્રદ્ધાનગર બારડોલી), રવિ ઉર્ફે રવું સુરેશ ગામીત (રહે સુરતી જાપા બારડોલી), અજીત ઉર્ફે દિપક ઉર્ફે ડેની ચીમનભાઈ હળપતિ (રહે. કોળીવાડ પાછળ મોટું ફળિયું બારડોલી) તથા શાકીબ શરીફ માંજરા (રહે માતા ફળિયા બારડોલી) મળી બે વર્ષથી નાસ્તા ફરતા વધુ પાંચ વોન્ટેડ આરોપી અને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...