બારડોલી ટાઉન પોલીસે જોગી ફળિયામાં પૈસા વડે હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા છે. તમામ પાસેથી 21 હજારનો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ બારડોલી ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અ.પો.કો. મહિપાલદાન પ્રભાતદાનને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નગરના જોગી ફળિયામાં કેટલાક ઈસમો ગંજી પાનાથી પૈસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને સ્થળ પરથી આશુતોષ શૈલેષભાઇ દવે, રણજીત મગળભાઈ પરમાર, રીંકેશ નટુભાઈ પ્રજાપતિ, જીતુ કીકાભાઈ રાઠોડ અને રાહુલ મુન્નાભાઈ રાઠોડની અટક કરવામાં આવી છે. તેઓ પાસેથી રોકડ 10,900, દાવ ઉપરની રોકડ 1600 અને ત્રણ મોબાઈલ મળી કુલ 21,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તમામ જુગારીઓ વિરૂધ્ધ બારડોલી પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.