તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સુરત ગ્રામ્યમાં રવિવારે 4882 યુવાનોનું વેક્સિનેશન કરાયું

બારડોલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કામરેજના વલણ આરોગ્ય કેન્દ્ર પર વેકસિન લેવા યુવાવર્ગનો ધસારો. - Divya Bhaskar
કામરેજના વલણ આરોગ્ય કેન્દ્ર પર વેકસિન લેવા યુવાવર્ગનો ધસારો.
  • બીજો ડોઝ મળી 1 દિવસમાં કુલ 6310 લોકોનું રસીકરણ

રાજ્ય સરકાર દ્વારા 18 વર્ષથી વધુના યુવકોને શુક્રવારથી કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરાતા જ યુવાનો ઉત્સાહ ભેર કોરોનાની રસી લઈ રહ્યા છે. જિલ્લામાં રવિવારના રોજ 18 વર્ષથી ઉપરના નાગરિકો એ પહેલો અને બીજો ડોઝ મળી કુલ 6310 લોકોએ કોરોના રસીનો લાભ લીધો છે જેમાં 18 થી 44 વર્ષના 4882 યુવાનોએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો છે તો 45 થી 59 વર્ષના 1002 લોકોએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો જ્યારે 60 વર્ષથી ઉપરના 246 વૃદ્ધોએ પણ રસીનો પ્રથમ ડોઝ લઈ રસીકરણ અભિયાનને વેગ આપ્યો છે.

તો જિલ્લામાં કોરોના રસીના બીજા ડોઝનો લાભ પણ 167 લોકોએ લીધો છે આમ જિલ્લાના કુલ 630 લોકોએ કોરોના રસીનો લાભ લીધો છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારના રોજ જિલ્લામાં સૌથી વધુ રસીકરણ બારડોલી તાલુકામાં થયું જેમાં 1193 લોકોએ રસી લીધી જ્યારે ઉમરપાડા તાલુકામાં જિલ્લાનું સૌથી ઓછું 140 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...