ધરપકડ:લક્ઝુરિયસ કાર લઈને જુગાર રમવા આવેલા 44.44 લાખના મુદ્દામાલ સાથે નવ પકડાયા

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાર્મ હાઉસનો મકાન માલિક જુગારિયાને બોલાવી જુગાર રમાડતો હોવાનું બહાર આવ્યું

સુરત શહેરમાંથી કામરેજ તાલુકાના મોરથાણા ગામે આવેલા સિલવર અમ્બરલેન્ડ ફાર્મ હાઉસમાં લક્સુરિયસ કાર લઈ જુગાર રમવા આવેલા સુરત શહેરના 9 જુગારિયાઓને સુરત જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી 44,44,360 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ફાર્મ હાઉસનો મકાન માલિક જુગારિયાને બોલાવી જુગાર રમાડતો હોવાનું બહાર આવ્યું છે.

સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરના સુરત જિલ્લામાં ગેરકાયદે પ્રોહી જુગારની પ્રવૃત્તી ઉપર સખત વોચ રાખી આવી પ્રવૃત્તી બંધ કરવા માટે એલસીબી પીઆઈને આપેલ સૂચના મુજબ એલસીબી અને ફર્લો સ્ક્ર્ડની અલગ અલગ ટીમ બનાવી જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાનએલસીબી પીઆઈ બી. ડી. શાહને બાતમી મળેલી બાતમી આધારે 9મી નવેમ્બરના રોજ કામરેજ તાલુકાના મોરથાણા ગામે આવેલ સિલવર અમ્બરલેન્ડ ફાર્મ હાઉસમાં ધર્મેશભાઈ રમેશભાઈ પટેલના મકાન નં 68માં રેડ કરી હતી. ધર્મેશ પટેલ સુરતથી જુગારિયાઓને બોલાવી રમાડતો હોવાનું બહાર આવ્યું હતું. રેડમાં પોલીસને ગંજીપાના પર જુગાર રમતા 9 જુગારિયાઓ પોલીસના હાથે ઝડપાય ગયા હતાં. તમામની અંગઝડતી અને દાવ પર મુકેલ રોકડ સહિત મુદ્દામાલ મળી કુલે 44, 44, 360નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારિયા
મોહમદ રીઝવાન અબ્દુલકાદર બોમ્બેવાલા (43) (રહે. સીંધીવાડ, ઘર નં- 10/2151, ભાગા તળાવ, સુરત શહેર, મોહમદ ફૈઝલ ઈકબાલ મેમણ (39) (રહે,અડાજણ પાટિયા, ઘર ન-702, સાનિયા, રેસીડેન્સી, સુરત શહેર), મોહમદ આરીફ અબ્દુલ વાસેલ ઉર્ફે કાલુભાઈ અંસારી (46) (રહે.સૈયદવાળા, નં.121945, આસ્મા મંજીલ, પ્રથમ માળ, વરીયાળી બજાર સુરત શહેર), મીયામહમદ અબ્દુલ રઝાક ચક્કીવાલા (45) (રહે.સીધીવાડ, ઘર નં.11/740, ચોકબજાર સુરત શહેર), અબ્દુલકાદીર મોહંમદ ઈસ્માઈલ ચાવાલા (32) ( રહે.સીંધીવાડ, ઘર નં.11/705, ચોકબજાર સુરત શહેર), સલમાન હનીફ સોપારીવાલા (32) (રહે.ભાગા તળાવ, સીધીવાડા, ઘર નં.102 સુરત શહેર), અસદ અબ્દુલ અઝીજ સોપારીવાલા (42) (રહે.ભાગાતળાવ, જનતા માર્કેટની પાછળ,મેમણ પ્લાઝા સુરત શહેર), પરવેઝ ઉમર હોટલવાળા (47) (રહે.ચોકબજાર, સીંધીવાડ, ઘર નં.11, સુરત શહેર), અબ્દુલ રઉફ મોહંમદ પટેલ (50) (રહે.ચોકબજાર, નાણાવટ, લાલગેટ પોલીસ ચોકીની બાજુમાં, સુરત શહેર)

રોકડા 2,03,860 , કબ્જે કરેલ મોબાઈલ નંગ-8 કિ. 40,500, ઈનોવા કાર (GJ-05-JB-6628) રૂ. 10,00,000, અર્ટીગા કાર (GJ-05-RM-2022) કિ. 5,00,000, મર્સીડીઝ ફોરવ્હિલ કાર (GJ-05-RC-0100) રૂ. 25,00,000, સ્વિફ્ટ ડીઝાયર કાર નં- (GJ-06-PJ-4767) રૂ.2, 00, 000, કુલ મુદ્દામાલ કિંમત 44,44,360.

અન્ય સમાચારો પણ છે...