કાર્યવાહી:તોલમાપના કાયદાનો ભંગ કરનારા 44 વેપારીઓ દંડાયા

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે તોલમાપ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ સુરત અને તાપી જિલ્લાના 44 વેપારી એકમો પાસેથી રૂા.24,500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે વેપારી એકમો પાસેથી ચકાસણી અને મુદ્રાંકનની કામગીરી માટેની રૂા.25,09,564 ની સરકારી ફીની વસુલ કરવામાં આવી હતી. જેને લઇ છેતરપિંડી કરતા વેપારીઓમાં ફફડાટે ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...