કાર્યવાહી:મહારાષ્ટ્રથી ગુજરાતમાં ઘૂસાડતો 43 લાખનો નકલી દારૂ ઝડપાયો

નવાપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ગેરકાયદે રીતે દારૂની ઘૂસાડાતો હોવાની બાતમી મળતાં ધુલિયા-સુરત નેશનલ હાઇવે પર આવેલી એપલ હોટલ પાસેથી સુરત તરફ જતું કન્ટેનર તલાશી લેતા કન્ટેનરમાંથી 43 લાખનો નકલી વિદેશી દારૂ મળી આવ્યો હતો. કન્ટેનર ચાલક અને તેનો કો-ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતાં.

નંદુરબાર એલસીબી ટીમને બાતમી મળી હતી કે ધુિલયા-સુરત નેશનલ હાઇવે પર કન્ટેનર નંબર (GJ-06AZ-3560)માં વિદેશી દારૂ રોયલ વ્હિસ્કી દારૂ ગુજરાતમાં લઇ જવામાં આવી રહ્યો છે. પોલીસને દારૂનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યા છે. અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરફેર કરતા કન્ટેનર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...