વિધાનસભાની ચૂટણી:સુરત જિલ્લાની 6 બેઠકો માટે 43 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે સુરત અને તાપી જિલ્લાની 8 વિધાનસભા બેઠકનું અંતિમચિત્ર સ્પષ્ટ
  • અંતિમ ​​​​​​​દિવસે ડમી ઉમેદવારોને છોડી એકેય ફોર્મ પાછંુ ન ખેંચાયું

ગુજરાત વિધાનસભાની ચૂટણીના પ્રથમ તબક્કાનું મદાન આગામી 1 ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે સુરત ગ્રામ્યની 6 બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ, આમઆદમી પાર્ટી, અપક્ષ સહિતના અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ડમી ઉમેદવારોને બાદ કરતાં કોઈ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી નથી. જેથી જીલ્લામાં કુલ 6 બેઠકો પર 43 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જીલ્લામાં સૌથી વધૂ ઓલપાડ તાલુકામાં 15 ઉમેદવાર જ્યારે મહુવામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી આમ મુખ્ય ત્રણ પક્ષના ઉમેદવારોએ જ ઉમેદવારી નોંધાવી છે.

વિધાનસભા ચૂટણીના પ્રથમ તબક્કાનાના મતદાનને 13 દિવસ બચ્યા છે ત્યારે વિવિધ પક્ષના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે પ્રચાર કાર્યને વેગ આપ્યો છે અને બેઠક પોતાના કબજે કરવા પ્રયત્નો હાથ ધાર્યા છે સુરત જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પૈકી 5 બેઠકો પર હાલ ભાજપનો કબજો છે તો માંડવી બેઠક પર કોંગ્રેસની પકડ છે તો હવે આમઆદમી પાર્ટીએ તમામ 6 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારતા આ તમામ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાવા જઇ રહ્યો છે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લાની 6 બેઠકો પર 43 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે

જેમાં ઓલપાડ બેઠક પર 15 ઉમેદવારો, માંડવી 7, માંગરોળ 5, કામરેજ 8, બારડોલી 5, જ્યારે સૌથી ઓછા 3 ઉમેદવારો મહુવા બેઠક પર રહેતા સીધે સીધી ટક્કર ત્રણ પક્ષો ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે રહેશે. પલાવશે. રાષ્ટ્રના અને રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોંકણી મોહનભાઈ ઢેડાભાઈ, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પક્ષના ગામીત પુનાભાઈ ઢેડાભાઈ અને બહુજન સમાજના રાકેશભાઈ સુરેશભાઇ ગામીત ઉમેદવાર છે.

જ્યારે રાષ્ટ્રના અને રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષો સિવાય, આમ આદમી પાર્ટીના બિપીનચંદ્ર ખુશાલભાઈ ચૌધરી,ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સુનિલભાઈ નાગજીભાઈ ગામીત અને અપક્ષ ઉમેદવારો ઉમેદભાઈ ભીમસીંગભાઈ ગામીત, જીમીકુમાર રાજેનભાઇ પટેલ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણી અધિકારી,નિઝર દ્વારા પ્રસિધ્ધ કરાયેલ યાદી મુજબ ૬ ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે. આ બેઠક ઉપર 19 ફોર્મ પૈકી 14 ફોર્મ સ્વિકાર અને 5 ફોર્મ રદ થયા હતા. જે પૈકી 3 ડમી ઉમેદવારોએ ફોર્મ પરત લેતા કુલ 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.

આ સીટ ઉપર રાષ્ટ્ર અને રાજ્યકક્ષાના માન્ય ઉમેદવારો પૈકી ભારતીય જનતા પાર્ટીના ડો.જયરામભાઈ ચેમાભાઇ ગામીત,ઈન્ડયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના સુનિલભાઈ રતનજીભાઇ ગામીત તથા નોંધાયેલા રાજકીય પક્ષોના ઉમેદવારો (રાષ્ટ્રના અને રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષો સિવાય) આમ આદમી પાર્ટીના અરવિંદભાઈ સીંગાભાઈ ગામીત,ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવાર સમીરભાઈ જનકભાઈ નાઈક અન્ય અપક્ષ ઉમેદવારોમાં મનિષભાઈ પ્રકાશભાઈ વસાવા, વિનાભાઈ બાબલાભાઈ ગામીત ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે.

વ્યારા બેઠક પર 7 અને નિઝરમાં 6 ઉમેદવારો વચ્ચે થશે ચૂંટણીની જંગ
લોકશાહીના પર્વ સમાન વિધાનસભાની સામાન્ય ચૂંટણી-22 ના મહાસંગ્રામના તાપી જિલ્લાના ઉમેદવારો જાહેર થઈ ગયા છે. જેમાં 171 વ્યારા(અ.જ.જા.) વ્યારા બેઠક ઉપર 7ઉમેદવારો અને 172 નિઝર(અ.જ.જા.) નિઝર બેઠક ઉપર 6 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણીનો જંગ જામશે. ગુજરાત રાજ્યમા આગામી 1 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણીના મહાસંગ્રામ માટે ઉમેદવારો નક્કી થઈ ગયા છે. મહત્તમ આદિવાસી આદિજાતિ વિસ્તાર ધરાવતા તાપી જિલ્લાની બે સીટો વ્યારા અને નિઝર માટેની ચૂંટણીના જંગ માટે વ્યારા બેઠક માટે 7 ઉમેદવારો અને નિઝર બેઠક માટે 6 ઉમેદવારો પોતાના ભાવિ માટે એડીચોટીનું જોર લગાડશે. ચૂંટણી અધિકારી, વ્યારાએ નમુનો 7એમાં આજે હરીફ ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરી હતી. જેમાં 171 વ્યારા(અ.જ.જા.) બેઠક ઉપર 16ફોર્મ પૈકી 12 ફોર્મ સ્વિકાર અને 4 ફોર્મ રદ થયા હતા. જે પૈકી કુલ પાંચ ડમી ઉમેદવારોએ ફોર્મ ખેંચી

અન્ય સમાચારો પણ છે...