ચૂંટણી 2022:સુરત જિલ્લાની 6 વિધાનસભા બેઠક પર 42 ફોર્મ ભરાયા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારે 4 ફોર્મ ભર્યા

આગામી વિધાનસભા ની યોજાનારી સામાન્ય ચૂંટણી સંદર્ભે હાલ જુદા જુદા પક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. શુક્રવાર સુધીમાં જિલ્લાની છ બેઠક પર કુલ 42 ફોર્મ ભરાયા છે. સુરત જિલ્લાની બારડોલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પન્ના બહેન પટેલે ચૂંટણી અધિકારી સમક્ષ ચાર ફોર્મ રજૂ કર્યા હતાં જ્યારે આમ આદમી પાર્ટીના રાજેન્દ્ર ભાઈએ બે અને એક ડમી જ્યારે બહુજન પાર્ટીના શુશીલા બહેને ફોર્મ ભર્યું હતું.એ જ પ્રમાણે કામરેજ બેઠક પર કોંગ્રેસના નિલેશ ભાઈ એ ત્રણ ફોર્મ જ્યારે આમ આદમી ના રામ ભાઈ ધડુકે બે અને એક ડમી મળી કુલ છ ફોર્મ ભરાયા હતાં.

માંડવી બેઠક પર કોંગ્રેસ ના આનંદ ભાઈ ચૌધરી એ આમ આદમી પાર્ટી ના સાયના બહેને અને બહુજન પાર્ટીના અશોક ચૌધરી એ ફોર્મ ભર્યું હતું.માંગરોળ બેઠક પર ભાજપ ના ગણપત સિંહ વસાવા એ ચાર ફોર્મ અને બિટીપી ના સતીશ ગામીત અને સુભાષ વસાવા એ ફોર્મ ભર્યું હતું.મહુવા બેઠક પર ભાજપ ના મોહન ભાઈ એ ત્રણ ,કોંગ્રેસ ના હેમાંગીની બહેને અને એક ડમી તથા આમ આદમી પાર્ટી ના કુંજન પટેલે ફોર્મ ભર્યું હતું.ઓલપાડ બેઠક પર કોંગ્રેસના દર્શન ભાઈ એ ચાર બીજેપીના મુકેશ પટેલે ચાર અને બીટીપીના રાજેશ રાઠોડ, વિજય વસાવા અને બે ડમી ઉમેદવાર મળી કુલ 12 ફોર્મ ભરાયા હતાં. સોમવારના રોજ ફોર્મ ભરવાનો છેલ્લ્ો દિવસ હોય સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...