ગમખ્વાર અકસ્માત:કામરેજના હલધરું નજીક કારનાં ચાલકે રિક્ષામાં ધડાકાભેર કાર અથડાવતા 4ને ગંભીર ઈજાઓ; કાર ચાલક કાર મૂકી ફરાર

બારડોલી16 દિવસ પહેલા

કામરેજ તાલુકાના બગુમાર તરફથી હલધરૂ રોડ પર એક ઈન્ડિગો અને રીક્ષા વચ્ચે મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં રિક્ષામાં સવાર 4ને ઈજાઓ થવા પામી હતી. તમામને તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી કારનો ચાલક ફરાર થઇ ગયો હતો.

કાર ચાલક કાર મૂકીને ફરાર
ગત રાત્રીના 10 વાગે આસપાસ બગુમાર કેનાલ તરફથી રીક્ષામાં 3 પેસેન્જર અને ચાલક હલધરૂ ગામની ગ્રીન પાર્ક સોસાયટી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કામરેજ તાલુકાનાં હલધરૂ ગામ નજીક ઈન્ડિગો કારનાં ચાલકે કાર પુરપાટ ઝડપે હંકારી લાવી રિક્ષામાં ધડાકાભેર કાર અથડાવી હતી. ઈન્ડિગો કાર નંબર GJ 26 A 5151નો ચાલક અકસ્માત સર્જી કાર મૂકી ફરાર થઇ ગયો હતો . અકસ્માતમાં રીક્ષા નંબર GJ 05 BT 9937 માં સવાર 4 લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

કાર ચાલકે અકસ્માત સર્જતા કારનો આગળનો ભાગ સંપૂર્ણરપણે નાશ પામ્યો છે
કાર ચાલકે અકસ્માત સર્જતા કારનો આગળનો ભાગ સંપૂર્ણરપણે નાશ પામ્યો છે

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
​​​​​​
​ધડાકાભેર અકસ્માત થતા આસપાસમાં હાજર લોકો દોડી આવી ઇજાગ્રસ્તોને રીક્ષામાંથી બહાર કાઢ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 1 વ્યક્તિને ક્રિષ્ના હોસ્પિટલ જ્યારે અન્ય 3 વ્યક્તિને સારવાર અર્થે સુરતની સિમિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...