કોરોનામાં વિકાસકામો પણ સંક્રમિત:બારડોલીમાં 32.50 કરોડના 4 પ્રોજેક્ટ અઢી માસથી અટવાયા

બારડોલી8 મહિનો પહેલા
 • કૉપી લિંક
આધુનિક પદ્ધતિથી નગરના કચરાનો નિકાલ કરવા નાંદીડામાં 2.50 કરોડનો પ્લાન્ટ બનશે - Divya Bhaskar
આધુનિક પદ્ધતિથી નગરના કચરાનો નિકાલ કરવા નાંદીડામાં 2.50 કરોડનો પ્લાન્ટ બનશે
 • સેકન્ડ વેવમાં વતન ગયેલા મજૂરો પરત ન ફરતા મુશ્કેલી

બારડોલી નગરમાં કોરોનાની બીજી લહેરમાં પાલિકાના વિકાસના કામોને પણ કોરોનાનું ગ્રહણ નડયું છે. છેલ્લા અઢી માસથી નગરજનો માટે અતિ જરૂરી એવા 32.50 કરોડના 4 પ્રોજેકટ બંધ હાલતમાં છે. કોરોનાની બીજી લહેર આવતા જ એજન્સીઓના લેબર ઘરે નીકળી ગયા બાદ પરત ફર્યા નથી.

મજૂરો ના વાંકે નગરજનો માટે 14 કરોડનું પેવિલીયન સાથે મેદાન, 12 કરોડ ની આર.સી.સી.બોક્સડ્રેઇન, 2 કરોડની રામજી મંદિરની મીંઢોળા નદીની પ્રોટેક્શન વોલ, અને 2.50 કરોડનો સ્વચ્છ ભારત મિશન અંતર્ગતનો ઓફિસ, સેડ, સ્ટોરરૂમ, વોસિંગ ટેન્ક સહિતનો પ્રોજેકટ એપ્રિલ માસથી બંધ હાલતમાં છે. જેમાંથી 3 પ્રોજેક્ટના કામો મજૂરો આવતાજ કામ શરૂ કરી શકાશે. જ્યારે ખાડી પરનો આરસીસી બોક્સ ડ્રેઈનનો પ્રોજેકટ ચોમાસુ બાદ જ શરૂ થાય તેવી સ્થિતિ છે.

આધુનિક પદ્ધતિથી નગરના કચરાનો નિકાલ કરવા નાંદીડામાં 2.50 કરોડનો પ્લાન્ટ બનશે, 30 ટકા કામ પૂર્ણ
નાંદીડા ખાતે ડિસપોઝલ સાઈડ પર વે બ્રિજ અંતર્ગત ઓફિસ, MRF સેડ, સ્ટોરરૂમ, કમ્પોઝિંગ સેડ, U.G. ટેન્ક વોશિંગ એરિયા સહિતનો 2.50 કરોડનું 800 સ્કેવર મીટરમાં કામ કરવામાં આવે છે.

 • માર્ચ માસના છેલ્લા વિકથી બંધ છે. ત્રણ માસ જેટલો સમય થઈ ગયો છે. કામ બંધ થવા પાછળનું કારણ હોળીનો તહેવાર અને ત્યારબાદ કોરોનાની બીજી લહેર ચાલુ થઈ જતા વતનમાંથી મજૂરો આવ્યા નથી.
 • મજૂરો આવતા આ પ્રોજેક્ટનું ચોમાસુ સીઝનમાં કામ થઈ શકે.
 • આ પ્રોજેકટથી નગરનો ઘન કચરાના આધુનિક પદ્ધતિથી નિકાલ કરવાના હેતુથી બની રહ્યો છે. અગાઉ જૂની પદ્ધતિથી નિકાલ કરાતો હતો

મીંઢોળા નદી કિનારે 2 કરોડની પ્રોટેક્શન વોલથી શાકમાર્કેટનું ટ્રાફિક હળવું થશે, 70 ટકા કામ પૂર્ણ
બારડોલી પાસેથી પસાર થતી મીંઢોળા નદી કિનારે રામજી મંદિરની 2 કરોડના ખર્ચે 100 મીટર લંબાઈ અને 7 ફૂટ ઊંચાઈની પ્રોટેક્શનવોલની કામગીરી કરવામાં આવી રહી છે.

 • એપ્રિલથી જ કામ બંધ છે. અઢી માસનો સમય થઇ ગયો, છતા મજૂરોના અભાવે કામ બંધ છે. આ પ્રોજેકટનું કામ ચોમાસુમાં થઈ શકેશે.
 • આ પ્રોટેક્શન વોલ બાદ માટી પુરાણ કરી રામજી મંદિરનો લોલેવલ પુલના રસ્તા સાથે જોડી દેવામાં આવશે. જેને કારણે શાકભાજી માર્કેટનો ટ્રાફિક ડાયવર્ટ થઇ જતાં ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. અને શાક માર્કેટમાં સર્જાતી ભીડ કાયમ માટે ઘટી જશે.

ખાડીની ગંદકી ઢાકતા બોક્સ ડ્રેઇન પ્રોજેક્ટનું 4 કરોડનું કામ હાલ મજૂરોના વાંકે અટવાયું, 80 ટકા કામ પૂર્ણ
નગરની મધ્યમાંથી વહેતી ખાડીને બંધ કરવા માટે આરસીસી બોક્સ ડ્રેઇન અંદાજીત 5 કિમી અંતરમાં 12 કરોડના ખર્ચે અલગ અલગ પાર્ટમાં બનાવવામાં આવી રહી છે. હાલ 4 કરોડનું કામ બાકી રહ્યું છે.

 • આ પ્રોજેકટ ઘણા સમયથી ચાલી રહ્યો છે. પહેલા હોળી અને ત્યારબાદ એપ્રિલમાં કોરોનાની બીજી લહેર આવતા મજુરો ફરી નીકળી ગયા હતા, 3 માસ જેટલો સમયથી કામ બંધ હાલતમાં છે. ચોમાસુ શરૂ થનાર છે, ત્યારે વધુ 4 માસ કામ શરૂ થઈ શકશે નહીં.
 • ખાડીમાં ગંદકી થતી હતી, મચ્છરનો ઉપદ્રવ થતો હતો, જે આ પ્રોજેક્ટનું કામથી ગંદકી અટકી જતા નગરજનો માટે ઘણી રાહત થશે.

તલાવડી મેદાનમાં બનતા 16 કરોડના પેવેલિયનનું કામ પણ અઢી માસથી બંધ, 60 ટકા કામ પૂર્ણ
તલાવડીના મેદાનમાં 16 કરોડના ખર્ચે સિટીગ સુવિધા સાથેનું પેવેલિયન અને ક્રિકેટ મેદાનનું કામ બે વર્ષથી ચાલે છે. 16204 સ્કેવર મીટર પ્લોટમાં પેવેલિયન અને અંદર 1084 સ્કવેરમીટરમાં લોન અને પિચ બનાવાશે.

 • અઢી માસથી પેવેલીયનનું કામ પણ બંધ છે. કોરોનાની બીજી લહેર એપ્રિલમાં શરૂ થતાં જ મજૂરો વતન ચાલ્યા ગયા હતા. હજુ આવ્યા નથી. આ પ્રોજેક્ટનું ચોમાસુ સીઝનમાં કામ કરી શકાશે.
 • નગરના રમતપ્રેમીઓ માટે મેદાનની સુવિધા અત્યાર સુધી મળી નથી, આધુનિક પ્રોજેકટથી ખેલાડીઓને સારી સુવિધા રમત માટે મળશે. અહીં દર્શકો માટે 2286 સીટીંગ સુવિધા પણ ઊભી કરવામાં આવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...