કાર્યવાહી:સુરત જિલ્લામાં 13 સ્થળેથી ચોરાયેલા 61.80 લાખના વીજતાર સાથે 4 ઝબ્બે

પલસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સ્થળો પરથી વાયરો ચોરી સુરતના ગોડાઉનમાં સંતાડાયા હતા

છેલ્લા કેટલાક સમયથી સુરત જિલ્લાના અંતરિયાળ ગામોમાં ચાલુ એગ્રીકલ્ચર લાઇન કાપી હજારો મીટર એલ્યુમિનિયમ વાયર ચોરીની ઘટનાઓ બની હતી જે સંદર્ભે સુરત શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચે 4 જેટલા આરોપીને ઝડપી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આ આરોપીને પલસાણા પોલીસે કબ્જે લઈ તપાસ કરતા 61.8 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

સુરત જિલ્લામાં બારડોલી ગ્રામ્ય માંગરોળ કામરેજ ,કોસંબા અને પલસાણા પોલીસ મથકમાં છેલ્લા કેટલાક મહિનામાં એગ્રીકલ્ચરના વિજવાયરની ચોરીની 13 થી વધુ ફરિયાદો નોંધાઈ હતી બે દિવસ અગાઉ ડી.સી.બી.એ આ ગુના સંદર્ભે સુરત શહેર માંથી 4 જેટલા ભંગારના વેપારી (1) નારાયણ છીતરમલ કુમાવત (રહે.કામરેજ ચાર રસ્તા પાસે સુરત મૂળ રાજસ્થાન) તેમજ અન્ય એક ભંગારનો ધંધો કરતો (2)દિપક ફતેહલાલ શાહ (નાના વરાછા મૂળ જી.ભીલવાડા રાજસ્થાન ) (3)દેવીલાલ બંસીલાલ માળી (વાવ નહેર કોલોની તા. કામરેજ મૂળ.ભીલવાડા રાજસ્થાન) (4 ) ઉદય ભવરલાલ ગુર્જર (વાવ તા.કામરેજ મૂળ રહે. જી. જાબુઆ મધ્યપ્રદેશ) ને ઝડપી તેઓ પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

જે બાદ તમામ આરોપીને પલસાણા પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી પલસાણા પીએસઆઇ ચેતન ગઢવીએ ગુના સંદર્ભે તપાસ અને પૂછપરછ કરતા બાતમી આધારે આ ચારેય આરોપીને સાથે રાખીને તપાસ કરતા સુરત શહેરના નાના વરાછામાં નવ દુર્ગા સોસાયટી ખાતે આવેલ પ્લોટ નંબર 38,39,40, ઉપર આવેલ ગોડાઉનમાં એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વીજ વાયરનો 28570 કિલો તેમજ ઈન્યુલેડ કરેલ કાળા પીળા સર્વિસ વાયર કુલ 2330 મળી કુલ પલસાણા પોલીસનો 61,80,000/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

ગુનાનો મુખ્ય આરોપી પપ્પુ થાવરજી ખરાડીને વોન્ટેડ જાહેર કર્યા હતા તેમજ ગુનાના સંડોવાયેલા વધુ બે આરોપી મુકેશભાઈ કાવાજીભાઈ ડામોર અને અનિલભાઈ બાબુલાલ રોહત ( બન્ને રહે કામરેજ મૂળ રાજસ્થાન )નાઓની અટકાયત કરવાના બાકી હોવાનું જાણવા મળ્યુ હતુ પલસાણા પોલીસે સુરત જિલ્લા માંથી વિવિધ 13 જેટલી જગ્યાએથી ચોરાયેલા વિજવાયરનો મુદ્દામાલ રિકવર કરવામાં સૌથી મોટી સફળતા મેળવી હતી.

ટોળકી આ રીતે આપતી હતી ચોરીને અંજામ
મુખ્ય આરોપી પપ્પુ થાવરજી ખરાડી અને તેના સાગરીતો રેકી કર્યા બાદ રાત્રી સમયે પિકપ ગાડી લઈ બનાવના સ્થળે જતા જ્યાં ચાલુ એગ્રીકલ્ચર વિજલાઈનમાં દોરડા નાખી બે વિજવાયર ભેગા કરી ફોલ્ટ કરી વિજલાઈન બંધ થઈ ગયા બાદ થાંભલા પર ચઢી મોટી કાતરોમાં પી.વી.સી.પાઈપ ભેરવી વાયરો કાપી નાખતા અને આ એલ્યુમિનિયમમાં વાયર સાથે લાવેલા વાહનમાં નાખી રાત્રી સમયે જ વેચી નાખતા હતા.

અન્ય સમાચારો પણ છે...