ધરપકડ:બારડોલીમાં નદી કિનારે જુગાર રમતા 4 ઝડપાયા

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે તલાવડીની પાછળ નદી કિનારે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમે છે. આ આધારે પોલીસે નદી કિનારે રેડ કરતાં ત્યાંથી ચાર જેટલાં ઇસમો જુગાર રમતાં રંગેહાથ મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી દાવ પર મુકેલા રોકડા 400 રૂપિયા અને ઝડપાયેલા ચાર ઇસમોની અંગ ઝડતી કરતાં મળી આવેલા રૂપિયા 2020 મળી કુલ 2,420 ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે લીધું હતું. આ બનાવમાં અશોક કાનજી રાઠોડ રહે.રંગ ઉપવન નજીક બારડોલી, મહેમૂદ બિસ્મિલ્લા શેખ રહે.તલાવડી નજીક, બારડોલી, સુનિલ રાજેશ નાયડુ રહે.શેઠ ફળિયું બારડોલી અને કૈલાશ ઉર્ફે કોહલી રાજુ વસાવા તલાવડી બારડોલીની અટક કરી છે.

અન્ય સમાચારો પણ છે...