તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધોરણ 1 માં RTE હેઠળ 3692 બેઠક, સામે ફોર્મ 6162 ભરાયા

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવક મર્યાદા, એડ્રેસ વેરિફિકેશન સહિતની ચકાસણી શરૂ

સુરત જિલ્લામાં RTE હેઠળ વિના મૂલ્યે ખાનગી અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમમાં ધો.1 માં પ્રવેશ મેળવવા માટે તમામ શાળાઓ મળી 25 ટકા RTE હેઠળ બાળકો લેવાના હોય, જે મુજબ કુલ 3692 બાળકોની જગ્યા છે, જેની સામે 6162 વિદ્યાર્થીના એડમિશન માટે અરજી આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ ફોર્મની ચકાસણી હાથ ધરી છે. બાળકની ધો.1થી8 સુધીની શાળા ફી સરકાર ભરસે અને વિદ્યાર્થીને વિના મૂલ્યે શાળામાં અભ્યાસ મળશે.

RTE હેઠળ શાળા પ્રવેશ મેળાવવા રાજ્ય શિક્ષણ વિભાગની ગાઈડ લાઇન મુજબ ગ્રામ્ય વિસ્તારના વાલીની વાર્ષિક આવક મર્યાદા 1.20 લાખ અને શહેરી વિસ્તારના બાળકના વાલીની વાર્ષિક આવક 1.50 લાખની મર્યાદામાં હોવી જોઇએ.

તમામ ખર્ચ વાલીના બેંક ખાતામાં આવે છે
RTE યોજના હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ધો. 1 થી 8 સુધીની શાળા ફી સરકાર દ્વારા ભરવામાં આવે છે ઉપરાંત યુનિફોર્મ, પુસ્તકો નોટબૂક, સ્કૂલબેગ વગેરે તમામ ખર્ચ પણ સરકાર દ્વારા વાલીના બેન્ક ખાતામાં મોકલવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...