તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લામાં 360 સંક્રમિત, 418 સાજા થયા, 2નાં મોત

બારડોલી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં કુલ 22097 લોકો સાજા

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટવાનું નામ લેતું નથી ત્યારે કોરોના રિકવર રેટમાં સુધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે છેલ્લા 24 કલાકમાં 360 કોરોના સંક્રમીત નોંધાયા છે, જ્યારે 418 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયું હોય તેમ છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યા 300ને પાર જઈ રહી છે. મંગળવારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 360 સરકારી ચોપડે નોંધાયા છે. જેની સાથે કુલ 26137 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે ઓલપાડનો 68 વર્ષીય વૃદ્ધ અને કામરેજ તાલુકાના કઠોર ગામનો 54 વર્ષીય પુરુષ કોરોનાની જંગમાં હારી ગયા છે.

જિલ્લાનો કુલ મરણાંક 359 થયો છે. છેલ્લા 24 કલાકમાં 418 લોકોએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં કુલ 22097 લોકો સાજા થઈને ઘરે પહોંચ્યા છે. જિલ્લામાં હાલ એક્ટિવ કેસ 3681 છે. હાલમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ કોરોનાથી બચવાનો પહેલો રસ્તો છે. તેમ છતાં લોકો તેનો અમલ કરતા નથી સાથે પોતાની અને લોકોની જિંદગી જોખમમાં મૂકી રહ્યાં છે.

તાલુકા મુજબ કેસ

તાલુકોઆજેકુલ
ચોર્યાસી404641
કામરેજ495166
પલસાણા183089
બારડોલી624191
મહુવા411465
માંડવી511587
માંગરોળ312423
ઉંમરપાડા8224
કુલ36026137
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો