તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી શામળાજી માર્ગના નવીનીકરણ માટે આર એન્ડ બીના માર્ગ મકાન વિભાગ દ્વારા મઢી સુરાલી ગામમાં સોમવારના રોજ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત 30 મિલકતનું ડિમોલિશન કરી જગ્યા ખુલ્લી કરાઇ હતી. આવનારા દિવસોમાં હાઈવેનું કામ પૂરજોશમાં ચાલશે. વાપી શામળાજી (ESH-5)નું નવીનીકરણની કામગીરી ચાલી રહી હોય. જે અંગે સોમવારના રોજ બારડોલી તાલુકાના મઢી સુરાલી ગામમાં માર્ગ મકાન વિભાગ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોક, આ અંગે અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતાં કેટલાક મિલકતદારોએ સ્વૈચ્છિક ડિમોલિશન પણ કર્યું હતું.
સોમવારના રોજ સવારથી જ અધિકારઓ સુરાલી બજાર વિસ્તારમાં બિલડોઝલ લઈને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. રોડની મધ્યથી 11 મીટર સુધીનું ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. જેમાં અંદાજિત 30 જેટલી મિલકતનું ડિલમોલિશન કરી 350 મિટર લંબાઈનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. મંગળવારના રોજ પણ હાઈવેને અડચણરૂપ બનતી મિલકતોનું ડિમોલિશન કરવામાં આવશે. મિલકતનું ડિલમોશન થતાં હાઈવે બનવામાં સરળતા રહેશે. શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.