તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરત જિલ્લામાં શનિવારે 273 પોઝિટિવ સામે 335 નેગેટિવ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેસમાં ઘટાડાથી રાહત પણ મોતનો સિલસિલો યથાવત

સુરત જિલ્લામાં શનિવારના રોજ કોરોના કેસ 300ની નીચે આવ્યા હતાં. છેલ્લા 24 કલાકમાં 273 પોઝિટિવ નોંધાયા હતાં. જ્યારે 335 દર્દીઓ રિકવર થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ દર શનિવારના રોજ ઓછા રહ્યા હતાં. જોકે, મરણાંકનો આંક ઓછો થતો નથી. શનિવારના રોજ 273 કોરોના પોઝિટિવ નોંધાતા 27402 લોકો જિલ્લામાં સક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે 335 લોકો રિકવર થતાં 23662 દર્દી ઘરે ગયા છે.

જ્યારે આજરોજ બારડોલીના વાંકાનેર ગામની 42વર્ષીય પુરુષ , બારડોલીનો 45 વર્ષીય મહિલા, કોસંબાની 28 વર્ષીય યુવતી, માંડવીના રતનિયાની 46 વર્ષીય પુરુષ પલસાણા તાલુકાના 42 વર્ષીય પુરુષનું મોત નીપજ્યું છે. જેની સાથે જિલ્લાનો મરણાંક 377 થયો છે.એક તરફ કેસમાં ઉત્તરોત્તર ઘટાડાથી રાહત અનુભવાઇ છે. પરંતુ હજી મોતનો સીલસીલો અટકવાનું નામ નથી લેતા.

તાપી જિલ્લામાં સંક્રમણ ઘટતા રાહત, શનિવારે નવા 42 કેસ નોંધાયા
તાપી જિલ્લામાં શનિવારે રાહતના સમાચાર આવ્યા હતા તાપી જિલ્લામાં શનિવારે નવા 42 કેસ નોંધાયા હતા. 13 વર્ષના કિશોર અંધાત્રી વાલોડ તેમજ 8 વર્ષનો બાળક પાટી ડોલવણ અને પાંચ વર્ષની બાળા પર લોટરવા વ્યારા સહિત કુલ 42 કેસ નોંધાયા હતા. જોકે શનિવારે સારવાર બાદ 75 વ્યક્તિઓને રજા અપાઇ હતી .

તાપી જિલ્લામાં શનિવારે નવા 42 કેસો નોંધાયા હતા, જેમાં વાલોડ 07 , વ્યારા 14, ડોલવણ 06, સોનગઢ 01, ઉચ્છલ 02, નિઝર 01 કેસ નોંધાયા હતા. કુકુરમુંડામાં આજે એક પણ કેસ નોંધાયો ન હતો. તાપી જિલ્લામાં કુલ કોરોનાના કેસ 3038 પર પહોંચ્યા હતા. હાલ એક્ટિવ કેસ 834 છે. શનિવારે તાપી જિલ્લામાં કોરોનાના કારણે સોનગઢ નગરના એક મહિલા (67) મોત નીપજયું હતું, જેને લઇનેનો કુલ આંક 137 પર પહોંચ્યો હતો .

અન્ય સમાચારો પણ છે...