રાજુ પટેલ :
સુરત તાપી જિલ્લામાં વિધાનસભાની 8 બેઠકની ચૂંટણીમાં 56 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે. જેમાં મતદારોએ પક્ષના ઉમેદવારોને પસંદ નહી કરી ઓપ્શનરૂપે નોટા પર પસંદગી ઉતારી મતદાન કર્યું છે, જેમાં બે બેઠકને છોડી 6 બેઠક પર નોટો ચોથા ક્રમે રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ પક્ષના 24 અને 1 અપક્ષ મળી 25 ઉમેદવારોને બાદ કરતાં 31 ઉમેદવારોને નોટા કરતા પણ ઓછા મત મળ્યા છે.
તમામ પક્ષના ઉમેદવારો મતદારોનો વિશ્વાસ સંપાદન નહી કરી શકતા, 27013 મતદારોએ 56 ઉમેદવારોમાંથી એક પણને પોતાનો કિંમતી મત નહી આપી નોટામાં આપ્યો છે. સૌથી વધુ બારડોલી વિધાનસભા બેઠક પર 2.35 ટકા, અને સૌથી ઓછા કામરેજ વિધાનસભા બેઠક પર 0.69 ટકા મતદારોએ નોટામાં મતદાન નોંધાવ્યું છે.
બારડોલી : અહીં ભાજપ, કોંગ્રસ, આપ અને અન્ય પક્ષના 5 ઉમેદવારો વચ્ચે ચુંટણી થઈ છે. જેમાં ત્રણ પક્ષના ઉમેદવાર પછી 4થા ક્રમ નોટાનો રહ્યો છે. 4211 મતદારોએ ઉમેદવારોને મત નહી આપી ઓપ્શન તરીકે નોટા પસંદ કરતા 2.35 ટકા મત નોંધાયા છે. અન્ય બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારને 0.61 ટકા અને અપક્ષના ઉમેદવારને 1.16 ટકા જ મતો મળ્યા છે. બંને પક્ષ અનુક્રમે પાંચમા અને છઠ્ઠા ક્રમે રહ્યા છે.
કામરેજ : આ વખતે અહીં ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ બેઠક પર ત્રણ પક્ષ સિવાયના ઉમેદવારો બાદ વધારે મતદાન નોટામાં થયું છે. ચોથા ક્રમે 2291 મતદારોએ મતદાન કરતા 0.69 ટકા નોંધાયું છે. બહુજન સમાજ પાર્ટીના 0.33 ટકા, રિયલ ડેમોક્રેટ પાર્ટીના 0.22 ટકા, ભારતીય ટ્રાયબલ પાર્ટીના 0.42 ટકા અને અપક્ષને 0.17 ટકા જ મત મળ્યા છે. પાંચ ઉમેદવારો અનુક્રમે પાંચ, છ, સાત, આઠ અને નવમા ક્રમે રહ્યા છે.
માંડવી : માંડવી વિધાનસભાની બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે. જેમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આપ પછી ચોથા ક્રમે નોટા રહ્યો છે. નોટામાં 2902 મતદારોએ મતદાન કરતા 1.53 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે અન્ય પક્ષના ઉમેદવારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને 1.21 ટકા, ભારતીય ટ્રાઈબલ જનતા પાર્ટીને 0.87 ટકા, અન્ય બે અપક્ષ ઉમેદવારો માં 0.91 અને 0.55 ટકા જ મત મળ્યા છે.
માંગરોળ : સુરત જિલ્લાના માંગરોળ બેઠક પર 5 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થઈ છે. જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મુખ્ય 3 ઉમેદવાર બાદ મતદાનમાં ચોથો ક્રમ નોટાનો રહ્યો છે. 3111 મતદારોએ મતદાન કરતા 1.85 ટકા નોંધાયું છે. બેઠકના અન્ય પક્ષના બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારને 0.75 ટકા, ભારતીય ટ્રાઈબલ પાર્ટી 0.70 ટકા મતદાન નોંધાયું હતું. પક્ષના અન્ય બે ઉમેદવારો અનુક્રમે પાંચ અને છઠ્ઠો ક્રમે રહ્યા છે.
ઓલપાડ : આ બેઠક પર 15 ઉમેદવારો વચ્ચે મતદાન થયું હતું. જેમાં ત્રિપાંખિયો જંગના 3 ઉમેદવારો બાદ સૌથી વધુ 3123 મત નોટામાં આપ્યા હતા. 1.06 ટકા મતદાનની નોંધણી થઈ છે. અન્ય પક્ષના કોમ્યુનિટી પાર્ટીના ઉમેદવારને 0.34 ટકા, બહુજન સમાજવાદી પાર્ટી 0.50 ટકા, રિયલ ડેમોક્રોસી પાર્ટી 0.47 ટકા, ભારતીય ટ્રાઈબલ પાર્ટી 0.77 ટકા, અને અન્ય અપક્ષ ઉમેદવારોને નહીંવત મત મળ્યા હતા.
મહુવા : સુરત જિલ્લાની મહુવા વિધાનસભા બેઠક પર આ વખતે મુખ્ય ત્રણ પક્ષો વચ્ચે જ ત્રિપાંખિયા જંગ ખેલાયો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ, અને આપ પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થઈ હતી. બીજા એક પણ પક્ષ ઉમેદવારી કરી ન હતી. ત્રિકોણીયા જંગ વચ્ચે જ ચૂંટણી થઈ હતી. જોકે, અહીં પણ 3131 મતદારોએ મુખ્ય ત્રણેય પત્રના ઉમેદવારોને જાકારો આપી નોટાને પસંદ કર્યો હતો. મહુવા બેઠક પર નોટા ચોથા ક્રમે રહ્યો હતો.
વ્યારા : વ્યારા વિધાનસભાની બેઠક પર કુલ 7 ઉમેદવારો માટે મતદાન થયું હતું. જેમાં ભાજપ, કોંગ્રેસ, અને આપ પક્ષને વધુ મતો મળ્યા હતા, ચોથા ક્રમે ઉમેદવારો નહી પરંતુ, નોટામાં 3779 મતદાન થતાં 2.21 ટકા નોંધાયું છે. જે બાદ બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારને 0.75 ટકા, ભારતીય ટ્રાઈબલ પાર્ટીને 0.66 ટકા, અને 2 અપક્ષ ઉમેદવારો ને અનુક્રમે 0.44 અને 0.71 ટકા મતો મળ્યા છે.
નિઝર : નિઝર વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં 6 ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાઈ હતી. જેમાં મુખ્ય 3 પક્ષને બાદ કરતા એક અપક્ષ ઉમેદવારની 2.37 ટકા મતદાન બાદ, પાંચમા નંબરે મતદારોએ પક્ષના ઉમેદવારો નહી, પરંતુ નોટાને ઓપ્શન તરીકે પસંદ કરી 4465 મતદારોએ મતદાન કરતા 2.01 ટકાવારી નોંધાયી છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવારને 1.62 ટકા, અને અન્ય અપક્ષના ઉમેદવારને 0.75 ટકા મતદાન નોંધાયું છે.
8 બેઠકનું મતદાન અને નોટા પડેલા વોટ | ||
બેઠક | મતદાન | નોટા |
બારડોલી | 179194 | 4211 |
કામરેજ | 330971 | 2291 |
માંડવી | 189602 | 2902 |
માંગરોળ | 168187 | 3111 |
બેઠક | મતદાન | નોટા |
ઓલપાડ | 295278 | 3123 |
મહુવા | 169980 | 3131 |
વ્યારા | 171224 | 3779 |
નિઝર | 222555 | 4465 |
નોટા કરતા પણ આ પક્ષોને ઓછા મત
બારડોલી
કામરેજ
માંડવી
માંગરોળ
ઓલપાડ
નિઝર
વ્યારા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.