તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સુરત જિલ્લાના 31 બાળકોને દર મહિને 4000ની સહાય મળશે

બારડોલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળ દરમિયાન 0 થી 18 વર્ષ સુધીની વયજુથના બાળકોના માતા-પિતાના અવસાન થયા હોય. આવા અનાથ થયેલા બાળકોના ભરણપોષણ, શિક્ષણ અને આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ લોન અને સહાય આપવા ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’’ અમલમાં મુકવામાં આવી છે. 7મી જુલાઈના રોજ સાંજે 4 વાગે જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઓનલાઈન સહાયતા વિતરણનો કાર્યક્રમ યોજાશે. જેમાં સુરત જિલ્લામાં 31 જેટલા બાળકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

1લી એપ્રિલ 2020ના બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા હોય, તેવા તમામ બાળકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. બાળક 18વર્ષ પૂર્ણ કરે તે ત્યાં સુધી મહિને 4000ની સહાય મળશે. અનાથ બાળકોના પાલકને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ અગ્રતાના ધોરણે લાભ મળશે. અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ યોજનાનો લાભ આવક મર્યાદા બાદ સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે. આવા બાળકોને ઉચ્ચશિક્ષણ વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ પણ અગ્રતાના ધોરણે આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...