તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોના અંત ભણી 83 દિવસ બાદ 30 પોઝિટિવ

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મંગળવારે 30 પોઝિટિવ સામે 63 નેગેટિવ, 2ના મોત

સુરત જિલ્લામાં કોરોના અંતભણી હોય તેમ કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 83 દિવસ બાદ આજે જિલ્લામાં માત્ર 30 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સામે 63 દર્દીઓને રજા આપવામાં આવતાં ઘરે ફર્યા છે. સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યો હોય તેમ દિન પ્રતિદન કેસમાં ઘટાડો નોધાઈ રહ્યો છે.

પરંતુ કોરોનાને કારણે મોત પર આરોગ્ય વિભાગ કાબૂ મેળવી શક્યું નથી. જિલ્લામાં 83 દિવસ બાદ કોરોના સંક્રમણ આંક 30 પર પહોંચ્યો છે. 16 માર્ચના રોજ 29 કેસ નોંધાયા હતાં. ત્યારબાદ સતત કેસમાં વધારો રહ્યો છે. મંગળવારે24 કલાકમાં 30 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે કુલ કેસ 31699 થયા છે. બારડોલી 62 વર્ષીય વૃદ્ધા અને પલસાણા તાલુકાના લિંગડના 38 વર્ષીય યુવકનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે. જેની સાથે કોરોનાનો મરણાંક 473 થયો છે. આજરોજ 63 લોકોને ડિસ્ચાર્જ કરાતાં અત્યાર સુધીમાં 30352 લોકોએ કોરોનાને માત આપી છે. હાલ 874 દર્દી સારવાર લઈ રહ્યાં છે.

જિલ્લામાં બધા તાલુકામાં સિંગલ ડિઝિટમાં કેસ
તાલુકોઆજેકુલ
ચોર્યાસી25086
ઓલપાડ54207
કામરેજ15849
પલસાણા23543
બારડોલી65048
મહુવા52328
માંડવી42176
માંગરોળ53151
ઉંમરપાડા0311
કુલ3031699

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...