ગુજરાત એસટી વિભાગ દરેક તહેવારે મુસાફારોને વતન જવામાં સવલત ઉભી કરવાની સાથે આવક મેળવવાના હેતુથી એક્સટ્રા ટ્રીપો શરુ કરે છે. જેના અનુંસંધાને ચાલુ વર્ષે હોળી ધુળેટીના તહેવારને ધ્યાને રાખી બારડોલી ડેપોએ દાહોદ અને ઝાલોદ તરફ જનારા મુસાફરો વધુ હોવાથી રોજની 30 બસો આ રૂટ પર ફાળવી છે. સાથે જ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ભરાતા ગોળીગડના મેળામાં મુસાફરોની સંખ્યાને ધ્યાને રાખી રવિવારના રોજ 20બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.
બારડોલી ડેપો દ્વારા દિવાળીના તહેવારે પણ એસટી આપના દ્વારે જેવી યોજનાઓ થકી મુસાફરોને વતન જવાં કે ફરવા જવા માટે બસની સુવિધાઓ પુરી પાડી આવક મેળવવામાં આવે છે તો ગત વર્ષે હોળીના તહેવાર દરમિયાન 75જેટલી એક્સટ્રા દાહોદ ઝાલોદની ટ્રીપો દોડાવી 11.70 લાખ રૂપિયાની આવક મેળવી હતી. તો ગોળીગડમાં 90થી વધુ ટ્રીપો દોડાવી 1.20 લાખથી વધુની આવક કરી હોવાની જાણકારી મળી છે જોકે ચાલુ વર્ષે મુસાફારોનું ટ્રાફીક જોતા આ ટ્રીપો વધવાની સાથે એસટીની આવકમાં પણ વધારો થવાનું મનાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.