બારડોલી નગરમાં પસાર અસ્તાન રેલવે ફાટક નંબર 25 પર ફાટક અવાર નવાર બંધ થતાં, ટ્રાફિકનું ભારણ વધી જતું હતું. જેના ઉકેલ રૂપે પાલિકાના સાશકોએ ઓવરબ્રિજનું આયોજન કર્યું હતું, અને 10 વર્ષથી નગરજનોને સ્વપ્ન બતાવવામાં આવતું હતું, જે આખર સાચું પુરવાર થયું છે. ઇ ખારતમુહૂર્તના 10 મહિના બાદ આખરે કામગીરી શરૂ કરતાં, હવે નગરજનોને સુવિધા મળવાની આશા સાચી પુરવાર થઇ છે.
ભવિષ્યમાં બારડોલીમાં રેલવે ફાટક પાસે સર્જાતો ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલાવાની આશા બંધાઇ છે. છેલ્લા 10 વર્ષથી પાલિકાના બજેટમાં અસ્તાન રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાનું સ્વપ્ન બતાવવામાં આવતું હતું. પરંતુ દર વર્ષે બતાવેલ પ્રોજેકટમાં પરિણામ શૂન્ય જોવા મળતું હતું. આખર વર્ષ 2020માં ઓવરબ્રિજની મંજૂરી મળતા કામ શરૂ થવાની આશા જાગી હતી, પરંતુ ત્યાં પણ બ્રેક લાગી ગઈ હતી.
30મી જુલાઈના રોજ 30 કરોડના ખર્ચે મુખ્યમંત્રીના હસ્તે ઇ ખારતમુહૂર્ત કરાયું હતું. ત્યારબાદ 10 દિવસમાં કામગીરી શરૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે કામ શરૂ થવાની વાટ નગરજનોએ 10 મહિના જોઈ હતી. આજે આ રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરી છે. આ સુવિધા શરૂ થતાં જ રેલવે ફાટક બંધ થવાથી ટ્રાફિકની બન્ને તરફની સમસ્યાનું કાયમ માટે નિરાકરણ આવશે. જોકે, કામ શરૂ કરાયું છે, પરંતુ નજીક ચોમાસુ સિઝન નજીક હોય, સ્થાનિક રહીશોને મુશ્કેલી પડી શકે છે.
390 મીટર લાંબા બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ
બારડોલી તરફ 390 મીટર અને અસ્તાન તરફ 360 મીટર લંબાઈનો ઓવરબ્રિજ બનશે. 45.350 મીટર રેલવે પોર્શન બનશે. બ્રિજની 7.50 મીટર પહોળાઈ રહેશે. બારડોલી નગર તરફ 4.50 મીટર પહોળો સર્વિસરોડ બનાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.