સંક્રમણ:સુરત જિલ્લામાં 3 પોઝિટિવ કેસ માંડવીમાં 2-માંગરોળમાં 1

બારડોલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં કોરોના કેસ ગત માસ કરતાં ચાલુ માસમાં જોવા મળી રહ્યાં છે. મંગળવારના રોજ સુરત જિલ્લામાં 3 કોરોના પોઝિટિવ નોંધાયા હતાં. માંડવીમાં 2 અને માંગરોળમાં 1 પોઝિટિવ નોંધાતા જિલ્લામાં કુલ સંક્રમીતોની સંખ્યા 32156 થઈ છે. જ્યારે આજરોજ કોઈ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. જ્યારે એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. જેની સાથે કુલ ડિસ્ચાર્જની સંખ્યા 31657 થઈ છે. હાલ જિલ્લામાં એક્ટિવ કેસ 13 પર પહોંચ્યા છે.

જ્યારે તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં આજે તા 05 મી ઓક્ટોબરના દિવસે તાપી જિલ્લાના સાત તાલુકાઓમાં કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ આજના દિને નોંધાયો નથી, તાપી જિલ્લામાં હાલ માત્ર એક જ દર્દી સંક્રમિત આવતા સારવાર હેઠળ છે, તેમજ તાપી જિલ્લામાં આજે કોઈ દર્દીનું મરણ કોરોનાથી થયું નથી. હાલ જિલ્લામાં કોરોનાની સ્થિતી કાબૂમાં દેખાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...