તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરત જિલ્લામાં 3 પોઝિટિવ, 0 નેગેટિવ, હવે માત્ર 13 એક્ટિવ, 14 દિવસથી કોઇ કેસ ન આવતા તાપી જિલ્લો કોરોના મુક્ત

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો હોય તેમ છેલ્લા બે દિવસથી 3-3 કેસ સામે આવ્યા છે. મંગળવારના રોજ સુરત જિલ્લાના ઉંમરપાડામાં 2 અને મહુવામાં 1 પોઝિટિવ નોંધાયો હતો. જ્યારે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો ન હતો. સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસો બાદ ઉંમરપાડામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. અને બીજા દિવસે પણ બે કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. મંગળવારે જિલ્લામાં 3 કોરોના પોઝિટિવ આવ્યા છે. તેની સાથે કુલ 32117 લોકો સંક્રમીત થયા છે. જ્યારે આજરોજ કોઈપણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. તેમજ કોઈપણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ન હતાં. જિલ્લામાં હાલ 13 કોરોના એક્ટિવ કેસ છે.

તાપી જિલ્લામાં છેલ્લા 14 દિવસથી એક પણ કેસ નહીં
તાપી જિલ્લામાં કોરોના દર્દીઓમાં આજરોજ એક પણ દર્દી પોઝિટિવ ન આવતા રાહતનાં સમાચાર છે. છેલ્લા 14 દિવસથી જિલ્લામાં કોઈ પોઝિટિવ દર્દીઓ ન આવતા તંત્રને રાહત અનુભવી કોરોનાથી સંપૂર્ણ મુકત છે.

અન્ય સમાચારો પણ છે...