કોરોના અપડેટ:કોરોનાના નવા 5માંથી 3 કેસ ઉવા ગામેથી મળ્યા

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા અને માંડવી તાલુકામાં 1-1 કેસ

સુરત જિલ્લામાં કોરના સંક્રમણની ગતિ ધીમેધીમે વધી રહી છે. શનિવારના રોજ જિલ્લામાં ઓક્ટોબર માસમાં સૌથી વધુ 5 કેસ નોંધાયા છે. સાથે 4 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે . શનિવારના રોજ સુરત જિલ્લામાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં બારડોલીના ઉવા ગામે 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમજ મહુવા અને માંડવીમાં 1-1 નોંધાયો છે. જિલ્લામાં અત્યરા સુધીમાં 32177 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે 4 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતાં 31675 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં હાલ 16 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...