તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:કડોદરા પાલિકાની ચૂંટણીમાં 3 નિરક્ષર, 2 ધો.1 પાસ, 1 ધો.5 પાસ સહિત 2 LLB થયેલા ઉમેદવાર પણ નસીબ અજમાવશે

બારડોલી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 56માંથી સૌથી વધુ 36થી 50 વર્ષની વયમર્યાદામાં 20 ઉમેદવાર
 • કડોદરા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના વોર્ડ નં.1, 3 અને 5માં 2 મહિલા, 1 પુરુષ નિરક્ષર

કડોદરા નગરપાલિકાને માન્યતા મળ્યા બાદ 5 વર્ષનું શાસન પૂર્ણ થયુ છે. બીજી ટર્મની આગામી 28મી ફેબ્રુઆરીના રોજ 7 વોર્ડની 28 બેઠક માટે ચૂંટણી થનાર છે. ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સાથે આ વખત ત્રીજો પક્ષ પણ સામેલ થયો છે. ચૂંટણી માટે કુલ 73 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના 56 ઉમેદવારોમાં બીએસસી એલએલબીથી લઈને 3 ઉમેદવારો નિરક્ષક પણ પોતાનું ભવિષ્ય અજમાવી રહ્યા છે.

જેમાં સૌથી ઓછી ઉંમરનાં ઉમેદવારમાં 23 વર્ષ અને સૌથી વધુ 63 વર્ષની ઉંમરના ઉમેદવાર છે. સૌથી વધુ 36થી 50 વર્ષની ઉંમરના 20 ઉમેદવારો છે. ઘણા લખપતીઓથી લઈ સમય રોકડ રકમ સિવાય કોઈ મિલ્કત વગરના પણ 3 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે.

4 ઉમેદવારના નામે માત્ર નાની રોકડ રકમ
વોર્ડ નં.4માં એક ભાજપ અને એક કોંગ્રેસ ઉમેદવાર પાસે 5 હજાર અને 6 હજાર રોકડા તેમજ વોર્ડ નં.6 ના કોંગી ઉમેદવાર પાસે 2 હજાર રોકડા સિવાય અન્ય મિલ્કત નામે નોંધાઇ નથી.

ઉમેદવારની એવરેજ ઉંમર
18થી 25 03
26થી 35 09
36થી 50 20
51થી 65 11

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો