સુરત જિલ્લાના દરેક તાલુકામાં ગુરુવારના રોજ વધતો ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે બારડોલી નાગર અને તાલુકામાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસતા વતાવારણમાં ઠંડક પ્રસારવાની સાથે તાલુકાનાં ધરતી પુત્રોમાં આનંદ જોવા મળ્યો છે અને ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે તો બારડોલીમાં સવારથી વરસી રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં સૌથી વધુ વરસાદ પલસાણા તાલુકામાં 83 એમએમ નોંધાયો છે.
ગુરુવારના રોજ જિલ્લામાં વરસેલા વરસાદમાં જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા એમ બે તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે તો જિલ્લા ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ જિલ્લામાં સૌથી વધુ પલસાણા તાલુકામાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે તો બારડોલી તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે.
જિલ્લામાં ચોમાસુ બેસી જતાં ખેડૂતો ચોમાસુ પાકની વાવણીના કામમાં જોતરાવાણી સાથે આનંદની લાગણી વ્યક્ત કરી છે અને સારા ચોમાસાની આશા સેવી બેઠા છે તો બીજી તરફ જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે વહેલી સવારથી વરસેલા વરસાદમાં બારડોલી નગરના આશાપુરા માતા મંદિર વિસ્તાર તેમજ ભરવાડ વસાહત વિસ્તારના માર્ગો પર પાણી ભરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.