તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકલ ટેલેન્ટ:માંડવીની 3 યુવતીએ રાજ્યની સિનિયર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું

માંડવી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેણુકા - Divya Bhaskar
રેણુકા
  • રૂપણ ગામે ખેતરમાં બનાવેલી પીચ વર્ષો સુધી પાડવામાં આવેલો પરસેવો આજે રંગ લાવ્યો

માંડવી તાલુકાનાં રૂપણ ગામે રહેતા અને ખેતરાળ વિસ્તારમાં ક્રિકેટરો માટે તાલીમ સાથેની તમામ સુવિધા ઊભી કરનાર ગીરેનભાઈ શાહની અદમ્ય સાધનાથી આદિવાસી પરિવારની ગરીબ કુટુંબની ત્રણ દીકરીઓ આજે સુરત અને ગુજરાતની સિનિયર ટીમમાં પસંદગી પામી માંડવી તાલુકાનું નામ રોશન કરી રહી છે.ગુજરાતની મહિલા કૈકેટ ટીમમાં કેપ્ટન તરીકે પસંદગી થયે રેણુકા ચૌધરી (બડતલ તા. માંડવી) ઓલ રાઉન્ડર તરીકે અન્ય પાંચ ટીમો સાથે રમી છે.

આ ઉપરાંત ઈન્ડિયા ગ્રીન ટીમમાં વાઇસ કેપ્ટન રહેવા ઉપરાંત ઈન્ડિયા કેમ્પ 2018 માં પણ જોડાયા હતા તેમજ ત્રણ વર્ષ ચેલેંજર અને ઝોન કેમ્પ પણ કર્યો છે. ખેત મજૂરી કરતાં માતા પિતાની દીકરી રેણુકાએ જણાવ્યુ હતું કે અંતરિયાળ વિસ્તારની છોકરીઓમાં નેશર્ગિક શક્તિ હોય છે માત્ર જરૂરી પ્લેટફોર્મ મળવું જરૂરી છે. દીકરીઓએ ખરેખર પોતાનું કૌશલ્ય બતાવવું જોઇયે ગીરેનભાઈના સહયોગ થી જ આ સ્થાને પહોંચ્યા છે જ્યારે માંડવી તાલુકાનાં ઉઠવા ગામની પ્રજ્ઞા ચૌધરી પણ બોલર તરીકે હાલમાં રમાયેલ 5 રાજ્યો વચ્ચેની મેચોમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે આ ઉપરાંત પણ અગાઉ રાજ્યની ટીમ તેમજ અન્ય કેમ્પો પણ કર્યા છે. એમણે પણ મહિલાઓને આગળ આવવા અનુરોધ કર્યો હતો.

તથા ગીરેનભાઈએ આપેલા પ્લેટફોર્મનું પરિણામ જણાવ્યુ હતું માંડવી તાલુકાનાં ઘાંટોળી ગામની યુવતી કૃતિકા ચૌધરી પણ હાલ પાંચ અલગ અલગ રાજ્યની ટિમ સાથે બોલર તરીકે સારો દેખાવ કર્યો છે આ ઉપરાંત સિનિયર ચેલેંજર, સિનિયર ઝોનમાં પણ જોડાયા હતા. કૃતિકાએ જણાવ્યુ કે અત્યારે હું જે છુ તે મામા ગીરેનભાઈ થકી જ છુ મહિલાઓ પણ વિવિધ કૌશલ્ય ધરાવતી હોય છે. પરિવાર તથા સમાજ પ્રોત્સાહન આપેતો દીકરીઓમાં રહેલ શક્તિ અવશ્ય બહાર આવે છે.

પ્રજ્ઞા અને કૃતિકા
પ્રજ્ઞા અને કૃતિકા
અન્ય સમાચારો પણ છે...