કામરેજના જોખા ગામેથી 49 હજારની કિંમતના વિદેશી દારૂ સહિત અન્ય મળી કુલ 7.14 લાખના મુદ્દામાલ સહિત ત્રણ ઝડપાયા હતા. સુરત જિલ્લા એલસીબી પોલીસે કામરેજના જોખા ખાતેથી બાતમીના આધારે વાવ ગામના મોરથાણા જતા રોડ પરથી સગેવગે થઈ રહેલા વિદેશી દારૂના જથ્થા સહિત ત્રણને એલસીબી પોલીસે ઝડપી પાડયા હતા.
એલસીબી પોલીસે સ્થળ પરથી ૩૫૫ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા ૪૯ હાજર,મહેન્દ્ર બોલેરો પીક અપ ગાડી નંબર-એમએચ૦૪જેયુ-૮૮૧૬ કિંમત રૂપિયા ૩ લાખ, નિશાન ટેરેનો ગાડી નંબર - જીજે૦૫જેકે-૪૦૮ કિંમત રૂપિયા ૩ લાખ, ત્રણ નંગ મોબાઇલ કિંમત રૂ.૧૫ હજાર તેમજ રોકડા રૂ.૫૦૩૦૦ મળી કુલ ૭.૧૪ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.એલસીબીએ સ્થળ પરથી (૧) ગણપતસિંગ વીરદ સિંગ રાઠોડ (૨) રાણા રગારામ ચોધરી (૩) માનસિંગ જૂથસિંગ સોલંકી ને ઝડપી પાડ્યા હતા.(૧) જ્યારે રતન પ્રેમા મોચી (૨) પકડાયેલા દારૂનો જથ્થો મંગાવનાર અજય ગામીત (૩) રાજસ્થાન ખાતેના ઝાલોર ખાતે જિલ્લાના મેવારામ કાલારામ દેવાસી સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.