તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:બારડોલી સુગરની ચૂંટણીમાં બે પેનલના 26 ઉમેદવારો મેદાનમાં

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંતિમ યાદી જાહેર થતાં સુગરની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી જાહેર થયા બાદ સામ સામે ઉમેદવારી પત્રો ભરાયાં હતા. શુક્રવારે ઉમેદવારીપત્રની યાદી જાહેર કરવાની અંતિમ તારીખે 13 બેઠક પર 2 પેનલના 26 ઉમેદવારો સામસામે ચૂંટણી લડવાની અંતિમ યાદી જાહેર કરાઇહતી.

એશિયામાં નામના ધરાવતી બારડોલી સુગરની ચૂંટણી જાહેર થતાં જ લોકોમાં ઉત્સુકતા જાગી હતી. શુક્રવારે ચૂંટણીના ઉમેદવારોની અંતિમયાદી જાહેર કરવાની તારીખ હોય, જેમાં 13 બેઠક માટે 2 પેનલ બનાવી છે. જેમાં સામ સામે બેઠક દીઠ 2 ઉમેદવારો મળી, 26ની યાદી જાહેર કરવામાં આવી હતી. મોતા જૂથમાં 2, ખરવાસા 2, શામપુરા 2, ઓરણા 2, સેવણી 2, પુણા 2, તુંડી 2, એના 2, નિઝર 2, બારડોલી 2, મોટી ફળોદ 2, સ્ત્રી અનામત 1 જૂથમાં 2 અને સ્ત્રી અનામત 2 જૂથમાં 2 ઉમેદવારો ચૂંટણી અધિકારી પંકજ પટેલ દ્વારા જાહેર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો