તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકોમાં રોષ:બારડોલીની 257 શિક્ષિકાને સુરત પાલિકાની ચૂંટણીની કામગીરી સોંપાઇ

બારડોલી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 50 કિમી દૂરનું કામ સોંપાતા શિક્ષકોમાં રોષ

સુરત જિલ્લામાં ચૂટણીની કામગીરી માટે મહિલા કર્મચારીઓને સ્થાનિક બુથો પરજ કામગીરી સોંપવામાં આવતી હતી. જ્યારે હાલની સ્થાનિક સ્વરાજની છૂટણીમાં બારડોલી તાલુકાની 257 જેટલી પ્રાથમિક શાળાની શિક્ષિકાઓના તાલુકા જિલ્લા પંચાયતની ચૂટણી કામગીરી સિવાય સુરત મહાનગરપાલિકાની ચૂટણી કામગીરી માટેના ઓર્ડર નીકળતા શિક્ષિકાઓમાં રોષ છવાયો છે.

મહિલા કર્મચારીઓએ એસેમસીના બુથો પર રાત્રિ રોકાણમાં હાલાકી થવાની શક્યતા શિક્ષિકાઓ જણાવી રહી છે, સુરતની ચૂટણી કામગીરીના ઓર્ડર રદ કરાવવા માટે રજૂઆતો કરી છે. ચૂટણી લક્ષી કામગીરી માટે અગાઉ શિક્ષકોને બહારના બુથો પર ચૂટણી કામગીરી માટે મોકલાતા હતા જ્યારે શિક્ષિકાઓને સ્થાનિક અથવા તાલુકાનાં જ નજીકના બૂથ ની કામગીરી સોંપવામાં આવતી હોય છે જ્યારે હાલની મહાનગર્પાલિકાની ચૂટણી માટે પણ પ્રાથમિક શાળાની બારડોલી તાલુકાની 257 જેટલી શિક્ષિકાઓની પસંદગી કરી ફરજ પર હાજર થવાના ઓર્ડર મોકલાતા મહિલા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

50 થી 60 કિલોમીટર દૂર ચૂટણી ફરજ પર જવાનું હોવાથી વહેલી સવારે મહિલા કર્મચારીને પહોંચવું શક્ય નથી અને બૂથ પર રાત્રિ રોકાણ કરવું પણ શિક્ષિકાઓને મુશ્કેલ બની રહે એવી રજૂઆત સાથે સુરત ચૂટણી કામગીરીના ઓર્ડર રદ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો