હડતાળ:જિલ્લામાં બેંકના 2500 કર્મચારીઓની હડતાળ, કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાયા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી કારણના વિરોધમાં બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહી બે દિવસ હડતાળ પર‎

રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગી કરણ કરવાના સરકારના નિર્ણય સામે દેશ ભરના રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ ગુરુવાર અને શુક્રવાર બે દિવસની હડતાળ પર ઉતરી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સુરત જિલ્લાના પણ 2500થી વધુ કર્મચારીઓએ બેંકિંગ કામથી અળગા રહી વિરોધ દર્શાવી હડતાળમાં જોડાતા 500 કરોડથી વધુના ટ્રાન્જેક્શન અટવાયા હતા. વેપારીઓ તેમજ આમલોકો દિવસ દરમિયાન અટવાયા હતા.

બેન્કના કર્મચારીઓની હડતાલના પગલે જિલ્લાના મોટે ભાગના રોજિંદા બેકના વ્યવહાર સાથે જોડાયેલા લોકો સવારે બેન્કના કામકાજના સમયે બેન્ક પર પહોંચી જતાં હોય છે, ત્યારે બેન્ક બંધ અને બે દિવસની હડતાળ હોવાના બોર્ડ જોઈ પરત ફરવું પડ્યું હતું. બેકના કર્મચારીઓની હડતાળથી મોટે ભાગે ગ્રાહકોને જાણ ન હોવાથી બેંક ગ્રાહકોએ ધક્કો ખાવો પડ્યો હતો, જિલ્લાની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કો બંધ રહેતા, અંદાજે 500 કરોડથી વધુના રુપિયાનું ટ્રાન્જેક્શન ખોરવાયું હોવાનું જાણવા મળે છે.

આવા સંજોગોમાં શુક્રવારે ફરી બેન્કની હડતાળ હોવાથી સતત એ દિવસ માટે બેકિંગ કામકાજ બંધ રહેતા સુરત જિલ્લાના વેપારી વર્ગ સહિત અન્ય લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત બે દિવસ બેંકિંગ સેવા બંધ રહેશે અને ત્રીજા દિવસે શનિવારે 18 તારીકે બેન્ક રાબેતા મુજબ શરૂ થશે, રવિવારની રજા હોવાથી શનિવારના રોજ બેંકોમાં ગ્રાહકોની ભીડ જામવાની પણ સંભાવના નકારી શકાઈ એમ નથી.

અન્ય સમાચારો પણ છે...