વેરાની વસુલાત:રિબેટ મેળવવા મિલકતધારકોએ 2.84 કરોડનો વેરો ભરી દેતા 2 માસમાં જ 24% રિકવરી

બારડોલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી પાલિકા દ્વારા ઓનલાઇન વેરો ભરનારને 15 % અને ઓફલાઇન વેરો ભરનારને 10 % રિબેટ અપાતા રિકવરી વધી

બારડોલી પાલિકામાં નાણાંકીય વર્ષમાં 1લી એપ્રિલથી 31મી મેં સુધીમાં માત્ર 2 જ મહિનામાં 2,84,87,224 રૂપિયા વેરો મિલ્કત ધારકોએ ભર્યો છે. બે મહિનામાં જ 24 ટકા વેરાની વસુલાત કરી છે. વેરો વધારે ભરવા પાછળનું કારણમાં મેનાં અંત સુધીમાં મિલકત ધારકો ઓફ લાઈન વેરો ભરતા 10 ટકા રિબેટ, અને ઓનલાઈન ભરે તો, 15 ટકા રિબેટની છૂટ આપવામાં આવી હતી. પાલિકામાં 2 માસમાં ઓનલાઈન પણ 565 મિલકત ધારકોએ વેરો ભર્યો છે. રિબેટની યોજનાને કારણે મિલકત ધારકોએ 18 લાખ રૂપિયા રિબેટનો ફાયદો ઉઠાવ્યો છે.

વધુમાં પાછલી બાકીમાં વેરો ભરીને 2 લાખનું વ્યાજ માફી મેળવી છે. ગત વર્ષની સરખામણીમાં માંગણુમાં વધારો થયો છે. ચાલુ વર્ષે વેરો વધારે ભરવા પાછળ, પાલિકાએ રિબેટની છૂટ આપી હોવાથી, રિકવરી સારી થઇ છે, અને વધુ 2 મહિનાની સમય અવધિ વધારી છે. ઓનલાઈન વેરો જૂન ભરવામાં આવે તો 12 ટકા, અને જુલાઈમાં ભરે તો 10 ટકા રિબેટ મળશે. ઓફ લાઈન વેરો જુનમાં ભરે તો, 7 ટકા, અને જુલાઈમાં ભરે તો, 5 ટકા મિલકત ધારકોને રિબેટની છૂટ મળશે.

ચાલુ વર્ષના માંગણા સામે 2 માસમાં થયેલી વસૂલાત

વેરોકુલ માંગણુંવસુલાતટકાવારી
મિલકત6,43,29,5291,86,59,04629
લાઈટ42,34,8397,81,51018.45
પાણી2,34,54,04331,47,55213.42
ડ્રેનેજ1,06,17,59025,00,27523.54
શિક્ષણ65,83,91820,94,04931.8
સફાઈ64,21,48912,65,28219.7
કુલ11,63,37,2092,84,87,22424.48

આગામી 10 માસમાં 8.78 કરોડની વસૂલાત કરવાની રહેશે

વેરોપાછલી બાકીચાલુ વર્ષકુલ બાકી
મિલકત2,09,54,4982,47,15,9584,56,70,483
લાઈટ18,02,12916,51,20034,53,329
પાણી1,17,42,21285,64,2792,03,06,491
ડ્રેનેજ38,66,89042,50,42581,17,315
શિક્ષણ19,03,82925,86,04044,89,869
સફાઈ24,76,04326,80,16451,56,207
કુલ4,34,01,8924,44,48,0938,78,49,985

નગરના કુલ 23,543માંથી 7028 મિલકત ધારકોએ વેરો ભરી દીધો
બારડોલી નગરમાં રહેણાંક અને કોમર્શિયલ મળી કુલ 23,543 મિલકતો આવેલ છે. જેમાંથી 1લી એપ્રિલથી 31મી મેં સુધીમાં બે માસમાં 7028 મિલકત ધારકોએ 2.84 કરોડ રૂપિયા ભરપાઇ કરી છે. જેમાં 4.59 કરોડ રૂપિયા પાછલી બાકીમાંથી 25.19 લાખ રૂપિયા ભરાયા છે, જ્યારે ચાલુ વર્ષમાં 7.04 કરોડ રૂપિયા માંગણા સામે 2.59 કરોડ રૂપિયા વેરો ભરાયો છે.

એપ ધીમી ચાલતા ઓનલાઇન વેરો ભરવામાં મુશ્કેલી
બારડોલી નગરપાલીકાના મિલકત ધારકોને ચાલુ વર્ષે ઓનલાઈન વેરો ભરવાની સુવિધા કરી છે, આવા મિલકત ધારકોને સાથે 15 ટકા રિબેટ પણ આપવાની જાહેરાત થતા, શરૂઆતમાં ઘણા મિલકત ધારકોએ વેરો ભર્યો હતો. પરંતુ ત્યારબાદ, ઓનલાઈન એપમાં વેરો ભરવાની પ્રોસેસ ધીમી થવાથી ગ્રાહકો પણ અકળાયા હતા. પાલિકામાં ઓનલાઈન સુવિધા ધારકો માટે ઘણા સમયથી માથાનો દુખાવો બની હોવાનું જણાવે છે. ગ્રાહકો ઑફલાઈન વેરો ભરવા વધારે આવી રહ્યા છે. ઓનલાઈન નેટવર્ક સિસ્ટમ સારી રીતે કામ કરતી હોત, હજુ સારો વેરો જમા થઈ શક્યો હોત.

પાછલી બાકીમાં પણ વ્યાજ માફ કરવામાં આવી રહ્યું છે
આઝાદીના અમૃત મહોત્સવની યોજનામાં રિબેટ અને પાછલી બાકી મિલકત ધારકોને ટોટલ વ્યાજ માફની છૂટ મળવાથી, તેમજ નગરમાં સમયસર રીક્ષા ફેરવીને સરકારની યોજનાને લોકો સુધી પહોંચાડતા, મિલકત ધારકો આગળ આવી વેરો ભરીને રિબેટ મેળવી છે. જેથી બે મહિનામાં જ 2.84 કરોડ રૂપિયાની વસુલાત થઈ ગઈ છે. - કિશોરભાઈ પટેલ, વેરા ઇન્ચાર્જ, નગરપાલિકા બારડોલી

અન્ય સમાચારો પણ છે...