સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ કેસ નિયમિત નોંધાઈ રહ્યાં છે. બુધવારના રોજ જિલ્લાના બારડોલીમાં 3, કામરેજમાં 5, મહુવામાં 3 માંડવીમાં 7, માંગરોળમાં 1, ઓલપાડમાં 2 અને પલસાણામાં 2 મળી કુલ 23 કોરોના પોઝિટીવ નોંધાયા હતાં. તેની સાથે કુલ સંક્રમીતનો આંક 43609 પર પહોંચ્યો છે. જ્યારે આજરોજ 24 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતાં જિલ્લામાં અત્યાર સુધીમાં 42872 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. હાલ જિલ્લામાં 178 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.
27મીના રોજ જિલ્લામાં 5 કેસ મળી આવ્યા છે, જેમાંથી વ્યારા તાલુકામાંથી જ આજે 4 પોઝિટિવ કેસ આવ્યા છે, જિલ્લામાં સંક્રમણ હવે રોજેરોજ વધી રહ્યું છે. વ્યારા તાલુકામાં દાદરી ફળિયું સરૈયા ખાતે 39 વર્ષિય પુરુષ, વ્યારા તાલુકામાંં પટેલ ફળિયું, ઘેરિયાવાવ ખાતે રહેતા 24 વર્ષીય મહિલા, વ્યારા તાલુકામાં ઉપલુ ફળિયું – મગરકુઇ ખાતે 58 વર્ષીય પુરુષ, 4.વ્યારા તાલુકામાં કોકણવાડ –કેળકુઇ ખાતે 26 વર્ષીય મહિલા, 5.વાલોડ તાલુકામાં આંબા કલમકુઇ ખાતે 9 વર્ષીય બાળાના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.