કાર્યક્રમ:22મીએ તાલુકાનો અને 23મીએ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે મુજબ જુન મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી 22મીએ અને તા.23મીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૨મીના રોજ સવારે 11.00 વાગ્યે સુરત જિલ્લા કલેક્ટર કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ અધિકારી, માંડવી તાલુકાના તથા પોલીસ અધિક્ષક, સુરત ગ્રામ્ય ઓલપાડ તાલુકાના મામલતદાર કચેરીમાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.

આ કાર્યક્રમના ભાગરૂપે તા.22મીના રોજ સવારે 11.00 વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં સિટી તાલુકામાં નાયબ કલેક્ટર સિટી પ્રાંત, માંડવી તાલુકામાં નાયબ કલેકટર માંડવી પ્રાંત, ઉમરપાડા તાલુકા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), માંગરોળ તાલુકામાં ખાસ જમીન સંપાદન અધિકારીશ્રી શાખા નં.1, ઓલપાડ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(વિકાસ), બારડોલી તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારી સુરત, કામરેજ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત), પલસાણા તાલુકામાં નાયબ ક્લેક્ટર કામરેજ પ્રાંત, ચોર્યાસી તાલુકામાં નાયબ ક્લેક્ટર ઓલપાડ પ્રાંત, મહુવા તાલુકામાં નાયબ ક્લેક્ટર, બારડોલી પ્રાંત હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...