તરૂણોએ દાખવ્યો રસીમાં રસ:સુરત જિલ્લામાં પ્રથમ દિવસે 15થી 18 વર્ષના કુલ 67164 વિદ્યાર્થીઓમાંથી 20950નું વેક્સિનેશન પૂર્ણ, પ્રથમ દિવસે જ 31% વેક્સિનેશન સંપન્ન

બારડોલી/વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોએ ભયને ભૂલી વેક્સિન લીધી, કહ્યું હવે અભ્યાસમાં કોરોનાને અંતરાય નહીં બનવા દઇએ

રાજ્ય સરકારના સૂચના મુજબ સોમવારથી રાજ્યભરમાં 15થી 18 વર્ષની વયજૂથના કિશોરોને કોરોના સામે સુરક્ષા કવચ પુરૂ પાડવા રસીકરણનો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત જિલ્લાની શાળાઓમાં 67,164 કિશોરો માટે રસીકરણ ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં બારડોલીની શાળાઓમાં કોરોના વેક્સિનેશનનો વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓના રસીકરણ માટે પહેલાથી જ સંમતિપત્રક લેખિતમાં ભરાવ્યું હતું. જેથી સવારે આરોગ્યની ટીમ આવતા જ રસીકરણ માટે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન માટે જોડાય ગયા હતા.

કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરતા વિદ્યાર્થીઓએ રસીકરણ કરાવ્યું હતું. વાલી અને શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. પહેલા દિવસે જિલ્લામાં 31 ટકા વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જોકે રજીસ્ટ્રેશનની કામગીરી થોડી ધીરી હોવાથી વેક્સિનેશન ઓછું થયું હતું. મંગળવારે અધૂરી કામગીરીથી શરૂ કરવામાં આવશે.

તાલુકા મુજબ થયેલું રસીકરણ

તાલુકોલક્ષ્યાંકરસીકરણટીમટકા
કામરેજ797126671033
પલસાણા796532502141
ઓલપાડ813130582438
બારડોલી1006223492223
માંડવી882124291928
માંગરોળ953221541923
ઉમરપાડા457210411023
મહુવા549025341146
ચોર્યાસી461914681032
કુલ671642095014631

હું સુરક્ષિત થઇ એટલે અન્યને પણ ખતરો નહીં
રસિકરણથી આપણે સુરક્ષિત રહીએ, જેથી દરેક વિદ્યાર્થીઓએ રસીકરણ કરાવવું જોઈએ. આપણી સાથે આપણી આજુબાજુના લોકો પણ સુરક્ષિત રહે, બીજાને ખતરો ના રહે. વેક્સિન લઈને ખુશ છું. - પરી ઢીંમ્મર, ધો.11, બીએબીએસ હાઇસ્કુલ, બારડોલી

રસીકરણ કરાવવાથી હવે ભણતર નહીં બગડે
રસીકરણ કરાવવાથી ભણતર પણ બગડે નહિ, જેનું કારણ ઘણા લાંબા સમય પછી સ્કૂલ ચાલુ થઈ છે, બાળકો માટે વેક્સિન આવી ગઈ છે તો મુકવાની આપણી નૈતિક ફરજ છે. બધા વેક્સિન લઈશું તો, ફરી સ્કૂલ બંધ નહીં થાય. - અસ્મિ શાહ, ધો.11, બીએબીએસ હાઇસ્કુલ, બારડોલી

​​​​​​​રાહ જોઇ રહી હતી કે ક્યારે મારો વારો આવે
અમે પણ રાહ જોતાં હતાં કે ક્યારે અમારો વારો આવે. વેક્સિન ન લીધી હોવાના કારણે ઘણીવાર પરિવારને પણ ચિંતા રહેતી હતી. રસીકરણ શરૂ થયાના પહેલાં દિવસે જ સ્કૂલમાં રસી મૂકાવી છે. જેનો આનંદ છે. - અમી દેસાઈ, ધો.12, વામદોત હાઈસ્કૂલ, બારડોલી

​​​​​​​કારોના સંક્રમણના ભય વિના હું રોજ શાળાએ જઈ શકીશ
​​​​​​​ રસીકરણ પહેલા એક્સાઇટિંગ હતું. રસી બાદ મને મને કોઈ પીડા થઈ નથી. રસી મુકાવી ખુશ છું, જેનું કારણ હવે કોરોના સંક્રમણના ભય વિના હવે હું શાળાએ જઈ અભ્યાસ કરી શકીશ. કોરોના આપણી નજીક આવતો રોકવા, અન્યને પણ સુરક્ષિત રાખવા કોરોના વેક્સિન અવશ્ય લેવી જોઈએ. - સ્નેહ પટેલ, ધો.12, વામદોત હાઈસ્કૂલ, બારડોલી

​​​​​​​મહુવામાં પ્રમથ દિવસે જ સૌથી વધુ 46 ટકા ટારગેટ એચિવ
કિશોર માટે પહેલા દિવસે સૌથી વધુ મહુવા તાલુકામાં 46 ટકા રસીકરણ થયું હતું. જ્યારે સૌથી ઓછું બારડોલી, માંગરોળ, અને ઉમરપાડમાં 23 ટકા જ રસીકરણ નોંધાયું હતું.

શાળાએ મોકલવાનો ડર નહીં
સંતાનનું રસીકરણ થયાં બાદ અનેક વાલી બાળકોને ઘરે લઈ ગયા હતા. વામદોત હાઈસ્કૂલમાં આવેલા વાલીના જણાવ્યા મુજબ કિશોરોનું વેક્સિનેશન થવાથી શાળામાં મોકલવાનો ડર ઓછો થયો છે.

2 બાળકોને ચક્કર આવ્યા
કીમ પીએચસી દ્વારા શાળાના 551 બાળકોને રસી અપાઇ હતી. રસી મુકતા બે વિદ્યાર્થીઓને સામાન્ય ચક્કર આવ્યા હતા. ઉપરાંત અન્ય કોઇ આડઅસર જોવા નહોતી મળી.

તાપીમાં 5443 વિદ્યાર્થીઓને વેક્સિન અપાઇ
15થી 18 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવાના પ્રથમ દિવસે જિલ્લાના તમામ તાલુકા થઈ કુલ 5443 જેટલાં વિદ્યાર્થીઓને રસી મુકવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી અને ઓફલાઈન એન્ટ્રી પાડી બંને રીતે વેક્સિન આપવામાં આવી હતી. જિલ્લાના સાત તાલુકામાં મળી કુલ 4446 જેટલાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રસી મુકાવી હતી, જ્યારે 987 જેટલાં વિદ્યાર્થીઓએ ઓફલાઈન રજિસ્ટ્રેશન કરી રસી મુકાવી હતી. વિવિધ જિલ્લા મુજબ વ્યારામાં 1219,ડોલવણમાં 230, વાલોડમાં 1563, સોનગઢમાં 1018 ઉચ્છલમાં 719, નિઝરમાં 469, કુકરમુંડામાં 225 બાળકો મળી પ્રથમ દિવસે તાપી જિલ્લામાં કુલ 5443 બાળકોનું રસીકરણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...