ઉત્તરાયણ વિશેષ:2023 પછી 2024 અને 2027માં પણ મકરસંક્રાંતિ 15મીએ

કડોદએક મહિનો પહેલાલેખક: ભાવિક પંચાલ
  • કૉપી લિંક
  • જયોતિષ શાસ્ત્રીઓના મતે 14-15 જાન્યુઆરીની મધ્યરાત્રિએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે

સૂર્ય ભગવાનના ઉત્તરાયણનો તહેવાર મકરસંક્રાંતિ આ વર્ષે 15 જાન્યુઆરી, રવિવારે ઉજવવામાં આવશે. 14 અને 15 જાન્યુઆરીની મધ્યરાત્રિએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, પરંતુ તહેવાર બીજા દિવસે ગણવામાં આવશે. જ્યોતિષના મતે 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો શુભ સમય રહેશે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી દિવસભર દાન કરી શકાય છે. રવિવારના દિવસે સૂર્ય મકર રાશિને લાભ આપશે. કમુર્તા સમાપ્ત સાથે જ શુભ કાર્યો પણ શરૂ થશે. છેલ્લા બે વર્ષમાં પણ આવું બન્યું છે, જ્યારે સૂર્ય 14 જાન્યુઆરીની રાત્રે મકર રાશિમાં પ્રવેશ કરે છે.

આ રીતે વર્ષ 2019 અને 2020માં પણ મકરસંક્રાંતિનો તહેવાર રવિવારે ઉજવવામાં આવ્યો હતો. 2023 પછી 2024 અને 2027માં પણ 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે. યજ્ઞાચાર્યજી હિરેન જાનીના જણાવ્યા અનુસાર મકર સંક્રાંતિનો તહેવાર 80થી 100 વર્ષમાં એક દિવસ આગળ વધે છે. મકર રાશિની સમૃદ્ધિ 19મી સદીમાં આવે છે. અત્યાર સુધી મકરસંક્રાંતીનો તહેવાર 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવતો હતો. 2080થી મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ જ ઉજવવામાં આવશે. તહેવારમાં કાળા તલ, ચોખા અને તાંબાના કલશનું દાન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે.

પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવાનું મહત્વ
જ્યોતિષોના જણાવ્યા અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન, ધ્યાન અને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. સંક્રાંતિના દિવસે કાળા તલ અને પવિત્ર નદીઓના જળથી સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. રવિવારે મકરસંક્રાંતિનો શુભ સમય વિશેષ લાભ આપનાર છે. આ દિવસે સૂર્ય તેના વિશેષ વર્તુળમાં આવે છે.

છેલ્લા પાંચ વર્ષમાં આ દિવસે આવ્યો તહેવાર
2018માં 14 જાન્યુઆરી, 2019માં 15 જાન્યુઆરી, 2020માં 15 જાન્યુઆરી, 2021માં 14 જાન્યુઆરી, 2022માં 14 જાન્યુઆરી. આગામી પાંચ વર્ષમાં આ દિવસે તહેવાર 2024માં 15 જાન્યુઆરી, 2025માં 14 જાન્યુઆરી, 2026માં 14 જાન્યુઆરી, 2027માં 15 જાન્યુઆરી અને 2028માં 15 જાન્યુઆરીએ આવશે. પંચાંગ અનુસાર આ માહિતી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...