બારડોલી પોલીસે બાતમી આધારે ધુલિયા ચાર રસ્તા નજીકથી બે રીઢા ચોર ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બેની ઘરેથી અટક કરવામાં આવી હતી. 200 કિલોથી વધુ ચોરીનો લોખંડનો જથ્થો ઝડપી પાડ્યો છે.
સુરત જિલ્લાના બારડોલી પોલીસ મથકના વિજય મારુ અને પી.આર.શોનવણેને બાતમી મળી હતી. કે એક્ટિવા મોપેડ પર બે ઈસમો ચોરીનો લોખંડનો જથ્થો લઈને મહુવાથી ઇસરોલી તરફ જનાર છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે ધુલિયા ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની મોપેડ આવી ચઢતા તેને રોકી તપાસ કરતા 200 કિલો લોખંડનો જથ્થો જેની કિંમત રૂપિયા 33 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે શેઠફળિયામાં રહેતા હિતેશ બાબુભાઇ રાઠોડ શુશીલા પરેશભાઈ રાઠોડની અટક કરી હતી. જેઓની પૂછપરછ કરતા અન્ય બાબેન ખાતે રહેતા બે તરુણ શંકરભાઈ કુંદે અને કાદિર અસલમભાઈ શેખની ઘરેથી અટક કરવામાં આવી હતી. સમગ્ર મામલે બારડોલી પોલીસે ચારેય ચોરોની અટક કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.