તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:યુવકને મળવા માટે બોલાવી 44 હજાર પડાવી લેનારી મહિલા સહિત 2 ઝડપાયા

નવાગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કામરેજનાં નનસાડ રોડ પરની વિનાયક સોસાયટીમાં રહેતા નીલેશભાઇ બલદાણીયા વીસેક દિવસ પહેલા બાઇક પર આવતા હતા ત્યારે વાલક પાટીયા પાસે અજાણી મહિલાને લીફ્ટ આપી નનસાડ રોડ પર ઉતારી હતી. મહિલાએ તેનો મોબાઇલ નંબર નીલેશ નેે આપ્યો હતો. જે નંબર પરથી નીલેશને મહિલાને ફોન કરતા ઘરેે મળવા બોલાવ્યો હતો. નીલેશ મહિલાના ઘરે જતા મહિલા તેનેેબીજા રૂમમાં લઇ ગઇ હતી જયાં બંનેે વાત કરતા હતા.

ત્યારે ત્રણ અજાણ્યા માણસોએ રૂમમાં ઘૂસી ગયાં હતા અને નીલેશને માર મારી તેનો મોબાઇલ ફોન તથા પાકીટ આંચકી લઇ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી કુલ 44526 રૂપિયા પડાવી લીધા હતા.જે અંગે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ હનીટ્રેપનાં ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મકાન નં 108 શ્રીહરિ એપાર્ટમેન્ટ નનસાડ રોડ ખાતે આવવાનાં હોવાની કામરેજ પોલીસને બાતમી મળતાં કામરેજ પોલીસની ટીમ બાતમીવાળા સ્થળે વોચમાં હતી.

ત્યારે એક મહિલા અનેે એક પુરૂષ આવતા મહિલાને મહિલા પોલીસે જ્યારે પુરુષનેે પોલીસનાં માણસોએ પકડી લીધો. મહિલાની પુછપરછ કરતા તેનું નામ જાગૃતિબેન ચાવડા (31) (રહે.નનસાડ, મૂળ : બોટાદ) તથા પુરુષનું નામ મહેશભાઇ ભગવાનભાઇ ડાભી (27) (રહે. કામરેજ, મૂળ : બોટાદ) હની ટ્રેપમાં ગુનામાં એક મહિલા ત્રણ પુરૂષો સંડોવાયેલા હોય કામરેજ પોલિસે મહિલા અનેે પુરૂષને ઝડપી લીધા હતા અન્ય બેે પુરૂષ આરોપીઓ ફરાર થઇ ગયા હોય તેમનેૅવોન્ટેડ જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...