ક્રાઇમ:અકસ્માત બાદ બાઇકચાલકને માર મારી લૂંટી લેનારા રિક્ષાચાલક સહિત 2ની અટક

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલીમાં રાત્રીના સમયે એક રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં રિક્ષાચાલક અને તેના સાથીદારે બાઇકચાલક સાથે ઝગડો કરી બાદમાં એને રિક્ષામાં બેસાડી લૂંટી લીધો હતો.

બારડોલીના ખોડિયાર નગરમાં રહેતા ધવલ દિલીપસિંહ ગોડાદરિયા ગુરુવારે રાત્રે પોતાની બાઈક પર પત્ની અને પુત્રી ને બેસાડી સ્ટેશનરોડ નજીક થી પસાર થતા હતા. આ વખતે સામેથી રોન્ગ સાઈડ આવતી રિક્ષા નંબર GJ-21-V-9143 ના ચાલકે પોતાની રિક્ષા ગફલતભરી રીતે હંકારી બાઈક ને ટક્કર મારી હતી. બાદમાં રિક્ષાચાલક અને તેના એક સાથીદારે રિક્ષા સીધી કરી દિલીપસિંહને જબરદસ્તી રિક્ષામાં ખેંચી લઈ રિક્ષા માં બેસાડી સ્થળ પરથી નાસી ગયા હતા. રિક્ષામાં એના ચાલક મનીયો અને દાદુ નામના શખ્સે દિલીપસિંહને માર માર્યો હતો અસ્તાન થી ખરવાસા તરફ જતા રોડ પર લઇ ગયા હતા અને ત્યાં એમના ગળા માંથી એકાદ તોલા સોનાની ચેઇન કિંમત 30,000 અને રોકડા 800 રૂપિયા અને 01 મોબાઈલ મળી કુલ 31,300 ની કિંમતની મત્તા લૂંટી લીધા બાદ ત્યાં ઉતારી બાદમાં નાસી ગયા હતા. જે અંગે બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

બંને બારડોલીના
આ ઘટનામાં તપાસ કરતી પોલીસને મહમદ ઉર્ફે મનો સલીમ શેખ રહે.તલાવડીની સંડોવણી બહાર આવી હતી અને એની સાથે રિયાઝ ઉર્ફે દાદુ કાસમ શેખ રહે.હીદાયત નગર પણ સામેલ હોવાનું જાણવા મળતા ઉપરોક્ત બંને આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...