તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરીનો પ્રયાસ:ધામદોડ લૂભામાં કમ્પાઉન્ડ વોલ કૂદી 2 તસ્કરો ઘુસ્યા, પરિવાર જાગતાં ફરી દીવાલ કૂદી ભાગ્યા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોસાયટીમાં રેકી કરતો ચોર સીસી કેમેરામાં કેદ. - Divya Bhaskar
સોસાયટીમાં રેકી કરતો ચોર સીસી કેમેરામાં કેદ.

બારડોલીના ધામદોડ લૂભા ગામે સ્નેહ વિહાર કો. ઓ. હાઉસિંગ સોસા.માં મળસ્કે 2 તસ્કરો કમ્પાઉન્ડ વોલ કૂદીને આવ્યા બાદ એક ઘરનો નકુચો તોડવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ અવાજ આવતા જ ઘરમાં સુતેલુ દંપતી જાગી જતા, તસ્કરો ખાલી હાથે ફરી દીવાલ કૂદી ભાગી ગયા હતા.બારડોલી નગરને અડીને આવેલ સ્નેહ વિહાર કો.ઓ. હાઉસિંગ સોસાયટીમાં રહેતા પ્રકાશચંદ્ર ગાંધી પોતાની પત્ની સાથે રાત્રે ઘરમાં સુતા હતા, ત્યારે ઘરના દરવાજા તોડવાનો અવાજ આવતા દંપતી જાગી ગયું હતું.

તસ્કરોની શંકા આધારે બૂમાબુમ કરતા સોસાયટીના રહીશો જાગી ગયા હતા. જેથી તસ્કરો ભાગી ગયા હતા. પરિવાર ઘરની બહાર નીકળતા દરવાજાનો નકુચો તોડવાની કોશિશ થઈ હતી. ત્યારબાદ સીસી ફૂટેજ ચેક કરતા મળસ્કે તસ્કરો ઘર નં.15-16ની બાજુમાં દીવાલ કૂદીને આવ્યા હતા. ત્યારબાદ થોડો સમય રેકી કર્યા બાદ પ્રકાશચંદ્રના ઘરના દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બૂમ મારતા તસ્કરો ભાગ્યા હતા. જે દીવાલ કૂદીને આવ્યા, એજ કૂદીને ભાગતા દેખાયા હતા.તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પ્રકાશચંદ્ર ગાંધીએ લેખિતમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...