તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કરંજથી ઝડપાયેલા 1.57 કરોડના શંકાસ્પદ બાયોડિઝલ કેસમાં 2 PSI સસ્પેન્ડ કરાયા

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડવી પોલીસ સ્ટેશનના 5 પોલિસકર્મીની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી

માંડવી તાલુકાનાં કરંજ જીઆઈડીસી ખાતે 1.57 કરોડનો બાયોડિઝલનો શંકાસ્પદ જથ્થો ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યા બાદ સ્થાનિક પોલીસ ઉપર જિલ્લા પોલીસવડાએ કડક અભિગમ અપનાવ્યો હતો. માંડવીના ઇન્ચાર્જ પી.એસ.આઈ કે.ડી.ભરવાડ અને એલસીબીના પીએસ.આઈ વી.આર.દેસાઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લાના એલસીબી પી.આઈ બી.કે.ખાચરની કોસંબા ખાતે બદલી કરી નાંખી હતી.

માંડવી તાલુકાનાં કરંજ ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક ફેક્ટરીમાંથી 1.57 કરોડનું બાયોડિઝલ ઝડપી પાડ્યા બાદ સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાય ગયો હતો. ગુજરાતનું સૌથી મોટું બાયોડિઝલ કૌભાંડ ઝડપાયું હોય સ્થાનિક પોલીસની સામે શંકાની સોય ઊભી થઈ હતી. જેને પગલે સુરત રેન્જના ડીજીપી રાજકુમાર પાંડિયન તેમજ જિલ્લા પોલીસવડા ઉષા રાડા નાઓએ બાયોડિઝલ કૌભાંડ બાદ સુરત જિલ્લા એલસીબીના પી.એસ.આઈ વી.આર.દેસાઇ તેમજ માંડવીના ઇન્ચાર્જ પી.એસ.આઈ કે.ડી.ભરવાડ નાઓને સસ્પેન્ડ કરી દીધા હતા.

જ્યારે જિલ્લા એલસીબી પી.આઈ બી.કે.ખાચરની કોસંબા ખાતે બદલી કરી દેવામાં આવી હતી. કોસંબા પી.આઈ વી.કે. પટેલની એલઆઈબીમાં બદલી કરાઇ હતી. જ્યારે એલઆઈબી પી.આઈ આર.આર.વસાવાને ઓલપાડ ખાતે કાયમી બદલીનો હુકમ કરાયો છે.જ્યારે માંડવી પોલિસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મીઓની પણ હેડક્વાટર્સ ઘલુડી ખાતેબદલી કરવામાં આવી છે. અન્ય કચેરી દ્વારા કોઈ કાર્યવાહી થાય તે પહેલા જ જિલ્લાના બે પી.એસ.આઈને સસ્પેન્ડ કરી ત્રણ પી.આઈની આંતરિક બદલી કરી દેતા પોલીસબેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...