તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બારડોલીમાં 2 અને માંડવી 1 મળી જિલ્લામાં કોરોનાના નવા ત્રણ કેસ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 71 પર આવી

સુરત જિલ્લામાં આજે માત્ર આજે 3 કોરોના પોઝિટિવ નોંધાયા હતાં. તેની સામે 10 નેગિટિવ થતાં જિલ્લાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરત જિલ્લામાં કોરોના અંત ભણી હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં દિન પ્રતદિન કેસમાં ઘટાડો નોંધાતાની સાથે રિકવર દર્દીની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે એક્ટિવ કેસ ઓછો થયો છે. આજરોજ સુતર જિલ્લામાં માત્રને માત્ર 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેની સાથે 32061 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે.

જ્યારે 10 લોકો રિકવર થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જેની સાથે કુલ 31507 લોકો સાજ થઈ ચૂક્યા છે. આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. હાલ જિલ્લામાં માત્ર 71 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. જિલ્લાના 9 તાલુકામાંથી માત્ર બે તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં બારડોલીમાં 2 અને માંડવીમાં 1 પોઝિટિવ નોંધાયો હતો. અન્ય તાલુકામાં કોરોના પોઝિટિવ 0 રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...