તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બારડોલીમાં 2 અને મહુવામાં 1 મળી જિલ્લામાં નવા 3 કેસ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ જિલ્લામાં માત્ર 27 કેસ એક્ટિવ

સુરત જિલ્લામાંકોરોના સંક્રમણ અંતભણી હોવાનું આંકડા પરથી લાગી રહ્યું છે. જિલ્લામાં કેસ ઘટી રહ્યાં છે. તેની સાથે જિલ્લામાં એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. ગુરુવારે જિલ્લામાં માત્ર 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સાથે કુલ 32067 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે 5 દર્દીઓએ કોરોનાને માત આપતાં જિલ્લામાં અત્યાર સુધીમાં 31557 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું ન હતું. હાલ જિલ્લામાં માત્ર 27 દર્દી સારવાર લઈ રહ્યાં છે. ગુરુવારના રોજ નોધાયેલા ત્રણ કેસમાં 2 બારડોલી અને 1 મહુવામાં નોંધાયો હતો. જિલ્લામાં કોરોનાની રાહત થઈ છે ત્યારે વિવિધ જગ્યાએ મેળાવડા અને સંમેલનો યોજાઈ રહ્યાં છે. જેમાં સોસિયલ ડિસ્ટન્સ કે માસ્કનું પાલન કરવામાં આવતું નથી.જે મુદ્દે જાગૃતી દાખવવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...