અબ્રામા-કઠોર તરફ જતાં રોડ પર મોપેડ પર સવાર શિક્ષિકાનું 1.32 લાખની મતા ભરેલું પર્સ આંચકી ભાગેલા 2 આરોપીને દબોચી લેવાયા હતા. અને ચિલઝડપનો મુદ્દામાલ રિકવર કરાયો હતો. કામરેજ તાલુકાના કઠોર ગલીયારા હાઇસ્કુલની શિક્ષિકા હેમાંગીબેન મહેન્દ્રભાઈ માસુકિયા (રહે. મોટા વરાછા સુરત) તા 21-6-2022 નાં સવારે 9.30 કલાકે પોતાની એકટીવા પર પગ પાસેે પર્સ મુકી કઠોર ગામની સીમમાં અબ્રામાથી કઠોર જતા રોડ પરથી પસાર થતાં હતાં ત્યારે વાઘેશ્વરી માતાનાં મંદિરથી આશરે 500 મીટર દુર પસાર થતી એક નંબર વગરની મોટરસાઈકલ પર આવેલા બે યુવાનોએ પર્સ આંચકી ફરાર થઇ ગયા હતાં.
જેે પર્સમાં કિંમતી ચીજ વસ્તુ હોય શિક્ષિકાએ કામરેજ પોલીસ મથકેે ફરિયાદ નોધાવી હતી. જેે ગુનાની પીએસઆઇ નાયી એ એસ આઇ નરેશભાઇ, પોંકો નામદેવઃ કલાભાઇ તથા વિપુલ નાનજીભાઇ હે.કો.પકાશ પુંજાભાઇ શોધખોળ કરતા હોય. નરેશભાઇ તથા વિપુલભાઇ નેે ચીલઝડપનાં ગુનામાં સંડોવાયેેલ આરોપી પર્સમાંની વસ્તુ વેચવા આંબોલી સહકારનગરનાં ગેટ પર ઉભા હોવાની બાતમી મળી હતી. પોલીસે બંને આરોપીને ઝડપી લીધા હતા આરોપીની પૂછતાછમાં તેમણે સરફરાઝ ઉફેે સક્કું યાશીન પઠાણ (24) , અકરમ ઉફેેે મામા રફીકભાઇ ચોક્યા (20) (બંને રહે. આંબોલી) જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.