માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ગોવંશની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરતા બે ઇસમોને પોલીસે ₹4,23,800ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર અને નાયબ પોલીસવડા બી.કે વનાર દ્વારા તાલુકામાં ગોવંશ કતલ અને ગેરકાયદેસર પશુઓની હેરાફેરી અટકાવવા માટે સૂચના આપવામાં હતી જે અનુસંધાનમાં માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પઢિયાર દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી.
તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મેલાભાઈ સાગરભાઇ ને બાતમી મળી હતી કે નાની નરોલી ગામના મલ્લા ફળિયામાં ઇલિયાસ ઈકબાલ જીવા ગોવંશની કતલ કરી માસનું વેચાણ કરનાર છે જેને આધારે ઉપરોક્ત સ્થળે હે. કો. સેમ્યુઅલભાઈ કાળીદાસભાઈ, પ્રદીપભાઈ જશવંતભાઈ, આસિફખાન ઝહીરખાન , વિપુલભાઈ વિક્રમભાઈ, સુહાગભાઈ શ્રીપદભાઈ, વગેરે પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ઇલ્યાસ ઈકબાલ જીવા અને નાનુંભાઇ કાળાભાઈ વસાવા બંને રહે નાની નારોલી ગામ ઝડપાઈ ગયો હતો.
પોલીસે સ્થળ ઉપર થી 340 કિલો ગોમાંસ એક જીવતો વાછરડો, એક ઇકોવાન ગાડી બાઈક નંગ બે એક ડીપ ફ્રીજ ગાયને કતલ કરવા માટેના સાધનો કુહાડી છરા લાકડું દોરડું સહિત કુલ 4, 23,800 નો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મહંમદ આદમ વડીયા (રહે તડકેશ્વર ), આસિફ યુસુફ ભૂલા (રહે કોસાડી ) હુઝેફા ઈકબાલ રંદેરા (રહે કોસાડી ગામ તાલુકો માંગરોળ) ને વોન્ટેડ જાહેર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.