તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિમાન્ડ મંજુર:66.10 લાખના ગાંજા કેસમાં 2 આરોપીને 4 દિનના રિમાન્ડ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માણેકપોર ગામે સહયોગ હોટેલના પાર્કિંગમાં આયસર ટેમ્પોના ચાલક તથા ક્લીનર 661 કિલો ગાંજો સાથે પકડાયા હતા. 66.10 લાખનો જથ્થો કબ્જે કરી બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે બારડોલી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

માણેકપોરની હદમા સહયોગ હોટેલના પાર્કિંગમાં ટેમ્પો નં. GJ 06 YY 7355માં અલગ અલગ પ્લાસ્ટીકના 39 કોથળામા તાડપત્રી નીચે છુપાવેલ 661 કિલો ગાંજો, 66.10 લાખ મળી આવ્યો હતો. પોલીસે ચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી. તપાસમાં વધુ પૂછપરછ દિવાકર બહેરા (24) (રહે-સમા ગામ, બારાપલ્લી સાહી, થાના-પુરૂષોત્તમપુર, જિ-ગંજામ ઓરીસ્સા) અને સુશાંત પ્રધાન (37) (રહે-સમા ગામ, બારાપલ્લી સાહી, થાના-પુરૂષોત્તમપુર, જિ-ગંજામ ઓરીસ્સા) બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. ગાંજો મંગાવનાર અંગે પૂરતી માહિતી ન હોય, મોકલાવનારની ધરપકડ બાકી હોવાથી કોર્ટમાં 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...