ઉમેદવાર:સુરત-તાપીમાં સરપંચના 1945, 12113 વોર્ડ સભ્યના ઉમેદવાર

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે સુરત અને તાપી જિલ્લાના 16 તાલુકાની 657 ગ્રામપંચાયતોની ચૂંટણી રવિવારે 1579 મતદાન મથકો પર થશે. જેમાં 639 સરપંચની બેઠક માટે 1954 ઉમેદવારો અને 4469 વોર્ડની બેઠક માટે 12,113 સભ્યોનું ભાવિ 13.75 લાખ મતદારો 2920 મતપેટીમાં સીલ કરવામાં આવશે. ચૂંટણીમાં 326 ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ, 9127 પોલિંગ સ્ટાફ અને 3091 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.

સુરત જિલ્લામાં 9 તાલુકાની 407 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 391 સરપંચની બેઠક માટે 1161 ઉમેદવારો અને 2539 સભ્યોની બેઠક માટે 6181 ઉમેદવારો માટે મતદાન કરવામાં આવશે. જિલ્લામાં 949 મતદાન મથક પર 1915 મતપેટીમાં મતદાન થશે. જ્યારે 8,00,322 મતદારો ગ્રામ પંચાયતના આગામી 5 વર્ષ માટે સરપંચ અને સભ્યોની પસંદગી મુજબ મતદાન કરશે.આ ચૂંટણી પ્રક્રિયામાં 102 ચૂંટણી અધિકારી, 102 મદદનીશ ચૂંટણી અધિકારી, 5172 પોલિંગ સ્ટાફ અને 1657 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.

જ્યારે તાપી જિલ્લામાં 7 તાલુકાની 250 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 248 સરપંચની બેઠક માટે 793 ઉમેદવારો અને 1930 સભ્યોની બેઠક માટે 5232 ઉમેદવારો માટે મતદાન સવારેથી શરૂ કરાશે. જિલ્લામાં 630 મતદાન મથક પર 1005 મતપેટીમાં મતદાન કરવામાં આવશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોના ભાવિનો ફેંસલો 5,75,701 મતદારો સરપંચ અને સભ્યોની પસંદગી કરી મતદાન કરશે. આ ચૂંટણી પ્રક્રિયામાં 61 ચૂંટણી અધિકારી, 61 મદદનીશ ચૂંટણી અધિકારી, 3955 પોલિંગ સ્ટાફ અને 1382 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...