તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજી લહેરની અસર:બારડોલી પાલિકામાં એપ્રિલમાં કોવિડમાં મરણની નોંધ 192, જ્યારે આરોગ્ય વિભાગની યાદીમાં માત્ર 13 મોત

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાને આમંત્રણ,  રોજના એવરેજ 6ના મોત થયા છે, છતાં લોકો ગંભીર નથી - Divya Bhaskar
કોરોનાને આમંત્રણ, રોજના એવરેજ 6ના મોત થયા છે, છતાં લોકો ગંભીર નથી
  • કોરોના દર્દીના મૃત્યુની સંખ્યામાં મહિનાની નોંધમાં પાલિકા અને આરોગ્ય વિભાગના આંકડામાં મોટો તફાવત
  • પાલિકામાં દર મહિને એવરેજ 90ની મરણ નોંધ થતી હતી, એપ્રિલ મહિનામાં 275 નોંધ

કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક રહી છે, કોરોના મહામારીમાં સપડાયેલા દર્દીઓમાં ઘણા મોત થયા હોવા છતાં, સરકારી આંકડાઓમાં મોટો તફાવત જોવા મળતા મરણના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાનું સાબિત થઈ રહ્યું છે. બારડોલી નગરપાલિકામાં નગરની કોવિડ હોસ્પિટલમાંથી અને ઘરેથી કોવિડમાં મૃત્યુ થયેલાની સંખ્યા એપ્રિલ માસમાં કુલ 192 નોંધાયેલ છે, રોજના એવરેજ 6ના મોત નોંધાયા છે. જેની સામે આરોગ્ય વિભાગની યાદીમાં બારડોલીમાં મરણનો આંકડો માત્ર 13 નોંધાયો છે. બે દિવસમાં 1 મોત નોંધાયું છે. જ્યારે મેના 11 દિવસમાં પાલિકામાં કોવિડના 63 મોત નોંધાયા છે, જ્યારે આરોગ્ય વિભાગની યાદીમાં માત્ર 5 મોત બતાવવામાં આવ્યા છે.

કોરોનામાં મૃત્યુના આંકડામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કોરોના દર્દીઓના મૃત્યુની સંખ્યા છુપાવવામાં આવી રહી હોવાની વાત સાચી હોવાની આંકડા જોતાં જણાઈ છે. બારડોલી નગરપાલિકામાં દર મહીને એવરેજ 90 જેટલા મૃત્યુની નોંધ થતી હતી. કોરોનાની બીજી લહેર આવતા એક મહિનામાં એપ્રિલમાં જ 275 જેટલા મરણની નોંધ થઈ છે. કોરોનાની લહેરમાં 3 ગણા મરણ પાલિકામાં નોંધાયા છે. મે મહિનાના 11 દિવસમાં જ કુલ 108 મૃત્યુ નોંધાઇ ચૂક્યા છે. મરણનો આંકડો સતત વધી રહ્યો છે. છતાં સરકારી ચોપડે નોંધ જોવા મળતી નથી.

બારડોલીમાં એક માસમાં જ પાલિકામાં કોવિડમાં 192ની મરણનોંધ થઈ છે, મેનાં 11 દિવસમાં વધુ 63 કોવિડમાં મરણ થયા હોવાની નોંધણી થઈ ગઈ છે. આ જોતા રોજના એવરેજ 6ના મોત થઈ રહ્યા છે, છતાં આપણે કોરોનાથી ગંભીર નથી. બારડોલી લીમડાચોક શાકભાજી માર્કેટમાં કોરોના ભુલી જાય છે. રોજ સવારે અને સાંજે લોકોની ભીડ જામતી હોય છે. સોસીયલ ડિસ્ટનસિંગનું પાલન થતું નથી. ભીડ કોરોનાને આમંત્રણ આપે છે. માટે સતર્ક બનીએ. ભીડ કરીએ નહિ, તોજ આ કોરોનારૂપી ભયંકર બીમારીને હરાવી શકીશું.

બારડોલી નગરપાલિકામાં થયેલી મરણની નોંધ

માસદિવસકોવિડઅન્યકુલ
એપ્રિલ3019283275
મે116345108
આરોગ્ય વિભાગે જાહેર કરેલી મરણની યાદી
માસકોવિડ
એપ્રિલ13
મે5

​​​​​​​કોરોના હોય, પરંતુ મૃત્યુના કારણ આધારે જ કોવિડ કે અન્ય બીમારીથી મરણની જાહેરાત
બારડોલી નગરપાલિકામાં અને આરોગ્ય વિભાગના મરણાંકની નોંધની સંખ્યામાં મોટો તફાવત બાબતે એક આરોગ્ય વિભાગના અધિકારી નામ નહીં આપવાની શરતે જણાવ્યા મુજબ કોરોના દર્દીના મોત અંગે સુરત જિલ્લા ક્લેકટર, સિવિલ સર્જન સહિતના અધિકારીઓની કોર કમિટી છે. જેઓ કોવિડથી કે અન્ય કારણથી મોત થયું હોવાનું જાહેર કરતા હોય છે, જેમાં કોઈને શંકાસ્પદ કોરોના, કે પછી શરીરમાં બીજી કોઈ બીમારી હોય, ભલે કોરોના ઇન્ફેક્શન જણાય, પરંતુ મૃત્યુ ક્યાં કારણસર થયું, જેનો રિપોર્ટ આધારે જ કમિટી નક્કી કરતી હોય છે.

જો કોઇ દર્દીને કોરોના હોય અને તેનું મોત હાર્ટ એટેક અથવા અન્ય બીમારી હોય તેના કારણે થાય તે દર્દીનું મોત કોરોનાના કારણે થયુ નથી એમ ગણાય છે, જેના કારણે બારડોલી પાલિકા અને આરોગ્ય વિભાગમાં મરણની નોંધના આંકડામાં મોટો તફાવત જણાય છે.

અન્ય સમાચારો પણ છે...