ડેપોને આવક:ગોળીગઢના મેળામાં બારડોલી ડેપોને 1.90 લાખથી વધુની આવક

બારડોલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગતવર્ષની સરખામણીએ આવક વધી

બારડોલી એસટી ડેપો દ્વારા ગોળીગઢના મેળામાં જતાં શ્રધ્ધાળુઓ માટે એક્સ્ટ્રા ટ્રીપ દોડાવી મુસાફરોની સવલત ઉભી કરી હતી . ડેપો સંચાલકોએ એક્સ્ટ્રા બસ ગોઠવી કુલ 107 જેટલી ટ્રીપ દોડાવી રૂ. 1,9 લાખથી વધુની આવક મેળવી છે.

કોરોના સમયથી સતત 2 વર્ષ બંધ રહેલ મહુવાના વાંસકુઇ ગામે ભરાતો ગોળીગઢ નો મેળો યોજાયો હતો. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉયટયા હતા જેમાં બારડોલી ડેપો દ્વારા એક્સ્ટ્રા ટ્રિપની ગોઠવણ કરવામાં આવી હતી. હોળીના આગલા રવિવારે ભરાતા આ મેળામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને બારડોલી ડેપોની બસે વાંસકુઇ આવવા જવા સાથેની કુલ 107 ટ્રીપ દોડાવી હતી.

જેમાં 1.92 લાખ રૂપિયાની આવક મેળવી હતી સાથેજ આ 107 ટ્રીપમાં કુલ 5416 મોટા અને 240 બાળકોએ મુસાફરી કરી હતી . ડેપો દ્વારા ગત વર્ષે 90 ટ્રીપ ગોળીગઢના મેળામાં આવવા જવાની કરી હતી જેમાં 1.60 લાખથી વધુની આવક કરી હતી જે આવકમાં ચાલુ વર્ષે મુસાફરો વધતાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...