વિધાનસભા ચૂંટણી-2022:1808 પોલીસ અધિકારી - કર્મીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યું

બારડોલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પંચ દ્વારા સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત 23 અને 24 નવે.ના રોજ પોલીસ માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ આજે પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત તા.23 અને 24 નવેમ્બરે પોલિસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. જે સંદર્ભે સુરત શહેરના પોલીસ તાલીમ ભવન, અઠવાલાઈન્સ ખાતે પોલીસકર્મીઓએ પોસ્ટલ મતદાન માટે લાઈન લગાવી હતી. તા.1લી ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જિલ્લાની 14 વિધાનસભા બેઠકના કુલ 1808 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ પ્રથમ દિને બેલેટ પેપર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાનું અને તા.25મીના રોજ પણ મતદાન યોજાનાર હોવાનું બેલેટના નોડલ અધિકારી જી.એમ.બોરડે જણાવ્યું હતું.

બેલેટ પેપર દ્વારા પોલીસ શાખાના ઉચ્ચ અધિકારીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથોસાથ સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ અધિકારી/કર્મચારીના સ્ટાફે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...